________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગામમાં રોકાયા અને આચાર્યશ્રી આગળ ચાલ્યા. આગળ બોરુ ગામ આવતું હતું. આચાર્યશ્રીએ વિચાર્યું કે સાધુઓને આવતાં મોડું થશે. આવશે ત્યારે તેઓ ખૂબ તૃષાતુર હશે. આચાર્યશ્રી હાથમાં હમેશાં તરપણી રાખતા. તેઓ કહેતા કે “સાધુ પાત્ર વિના શોભે નહિ.” આથી તરાણીમાંથી દોરો કાઢીને ઘડાનું પડિલેહણ કરીને દોરો ઘડામાં નાખીને બે ઘડા શ્રાવકના ઘરેથી ઉકાળેલું પાણી પ્રતિલાજીને ધર્મલાભ કહીને ઉપાશ્રયે લાવીને પાણી ઠાર્યું. એવામાં એમના શિષ્યો આવી પહોંચ્યા. સહુ ભારે તૃષાતુર થયા હતા, તેથી શિષ્યોને આ પાણી અમૃતસમું લાગ્યું. પાણી પીધા પછી એમણે આચાર્યશ્રીને પૂછયુંઆટલું બધું ઠંડુ પાણી અહીં આવ્યું કઈ રીતે?” આચાર્યશ્રીએ કહ્યું, “હું વહેલો આવ્યો હતો. પાણી ઊનું હોય તો તમારી તૃષા ન છીએ, તેથી મેં ઠારીને રાખ્યું હતું આચાર્યશ્રીની વાત સંભાળીને શિષ્યોને પારાવાર વેદના થઈ. એમને ખ્યાલ આવ્યો કે પોતે ગંભીર ભૂલ કરી દીધી. પરિણામે એ પછી વિહારમાં એક સાધુ તો નવકારશી છોડીને પણ એમની સાથે જ રહેતા હતા. પોતાના શિષ્યો પ્રત્યે આવી અપાર વત્સલતા હતી. મનમાં એવો ભાવ કદી જાગતો નહિ કે હું મોટો છું હું ગુરુ છું હું શી રીતે પાણી લાવીને ઠારું? પૂજય પદ્મસાગરજી દક્ષિણ ભારતની સફળ તીર્થયાત્રા કરીને ગુજરાતમાં પાછા ફરતા હતા અને પૂ. આચાર્યશ્રીને શિહોરમાં મળવાના હતા. પૂજય પદ્મસાગરજી સાથે નાના સાધુઓ પણ હતા. આ પ્રસંગે શિહોરના સંઘને બોલાવીને આચાર્યશ્રીએ કહ્યું, “જુઓ, ઘણા નાના સાધુઓ આવે છે. એમની બરાબર ભકિત કરજો.' આચાર્યશ્રીને નાના સાધુઓ પ્રત્યે અપાર પ્રેમ અને વાત્સલ્ય હતાં. દક્ષિણ ભારતની યાત્રા પછી સાત વર્ષ બાદ આચાર્યશ્રીને પૂજય પદ્મસાગરજી મળી રહ્યા હતા. આચાર્યશ્રીએ સવારથી કશું વાપર્યું નહોતું. તેઓ કહેતા: “નાના સાધુઓ આવશે ત્યારે બધાની સાથે વાપરીશ.” એ દિવસે એક બપોરે ચાર વાગ્યે એમણે બધાની સાથે વાપર્યું અને એકાસણું હોવા છતાં આટલો બધો સમય પોતાના શિષ્યોની વત્સલતાભરી રાહ જોઈ. પોતે પાસે બેસીને પોતાના શિષ્યોને વ્યાખ્યાન કરવાનું શીખવતા હતા. પછી વ્યાખ્યાન તૈયાર કરાવતા. એ માટેની બધી સગવડ કરી આપતા. વળી વ્યાખ્યાનના મહત્ત્વના મુદ્દાઓ તેને અગાઉથી લખી આપતા, એટલું જ નહિ પણ પોતાની હાજરીમાં જ શિષ્યને પ્રવચન કરવાનું સોપતા. પોતે અંજન - શલાકા કે પ્રતિષ્ઠામાં સતત હાજરી આપે ખરા, પણ ક્રિયાનો દોર તો પોતાના
૧૦૯
For Private And Personal Use Only