________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોને જ સોપી દીધો હોય. શિષ્ય આગળ વધે તો એમના અંતરને અધિક નહીં, બલ્ક અવર્ણનીય આનંદ થતો. એના ધર્મકાર્યની અનુમોદના કરીને સતત એનો ઉત્સાહ વધારતા. સદાય એક શિખામણ આપતા કે, “તમે શાસનપ્રભાવક બનો. નીડર બનો. પાપ કરશો તો ભય રહેશે. પાપથી મુકત થાવ.” સામાન્ય રીતે દીક્ષા આપ્યા પછી સાધુને ભણવા માટે પંડિત કે શાસ્ત્રીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પણ આચાર્યશ્રી તો નોખી માટીના માનવી હતા. તેઓ પોતે જ બપોરે આ સાધુઓને પોતાની પાસે બોલાવતા. એમને પ્રતિક્રમણનો અર્થ સમજાવતા. પાપક્ષય, પાપહાનિ, પાપમોચન કે પાપશુદ્ધિ એ પ્રતિક્રમણનો હેતુ છે એમ કહીને એનો વિશેષ અર્થ પણ કહેતા. તેઓ દર્શાવતા કે પ્રમાદને લીધે સ્વ-સ્થાનમાંથી પર-સ્થાનમાં ગયેલો આત્મા પાછો તે જ સ્થાને જવાની ક્રિયા કરે તેને પ્રતિક્રમણ કહેવાય છે. આ પ્રમાદ એટલે ધ્યેયનું વિસ્મરણ, પ્રમાદ એટલે સ્વ-સ્થાનમાંથી પર-સ્થાનમાં જવું તે. પ્રમાદ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સ્વ-સ્થાન છોડીને પૌદગલિક ભાવોમાં પ્રવૃત્તિ. આવી પાપપ્રવૃત્તિ અને પૌદગલિક ભાવોના પર-સ્થાનમાં રહેલા એના મૂળ સ્થાન જ્ઞાન, દર્શન, ચારિત્રમાં લાવનારી ક્રિયા પ્રતિક્રમણ' કહેવાય છે. પ્રતિક્રમણ'નો એક અન્ય અર્થ પણ તેઓ દર્શાવતા અને કહેતા, प्रति प्रति वर्तनं वा, शुभेषु योगेषु मोक्षफलेषु निःशल्यस्य यतेर्यत् तद्वो रोयं प्रतिक्रमणम् ।।' નિ:શલ્ય થયેલા યતિનું મોક્ષફળ આપનાર શુભ યોગોને વિષે પુનઃ પુનઃ પ્રવૃત્ત થવું, તે જ પ્રતિક્રમણ જાણવું. સહેજે ક્ષતિ વિના પ્રતિક્રમણ કઈ રીતે બોલાય તે દર્શાવવા માટે જાતે જ પ્રતિક્રમણ ભણાવતા. આવે સમયે ક્રિયામાં કોઈ ક્ષતિ થાય તો તેઓ કદી ગુસ્સે ન થતા. ઠપકો આપવાને બદલે એવી મીઠાશથી વાત સમજાવે કે જેથી સામી વ્યકિતના મનમાં સહેજે ખટકો ન રહે અને પોતાના દોષનો ખ્યાલ આવે. કટુવચનને પ્રિયવચનમાં પલટાવવાનો એમની પાસે જાદુ હતો, આથી કડવાશ પેદા કરે તેવી વાત પણ તેઓ સાહજિક મીઠાશ અને લાગણીથી કહી શકતા સિદ્ધહેમ વ્યાકરણ ' જેવો કોઈ ગ્રંથ હોય અથવા તો આગમનું કોઈ સૂત્ર હોય. કોઈ એક શ્લોક કે કોઈ એક ગાથા હોય, તોપણ તેઓ એવી સરસ છણાવટ કરીને ભણાવતા કે ગહન બાબતો પણ સરળતાથી સમજાઈ જતી. તેઓ પાઠ આપતા હોય ત્યારે એક અનુપમ દ્રશ્ય જોવા મળતું. આજુબાજું * स्वस्थानात् यत् परस्थानं, प्रमादस्य वशं गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते।।"
૧ ૧૦
For Private And Personal Use Only