________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમેય પેથાપુરમાં એ વખતે જિનશાસનની ભારે જાહોજલાલી હતી. ગામમાં મોટી સંખ્યામાં જૈનોની વસ્તી હતી. વળી પેથાપુર એટલે પ.પૂ. યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીની સાધનાભૂમિ. અહીં આચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજીએ ઘણા ચાતુર્માસ કર્યા હતા. એ ભૂમિ પર એમના જ સંધાડાના પૂજય તપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી મહારાજ સાથે મુનિશ્રી આનંદસાગરજી વિચરતા હતા એટલે સહુને એમના તરફ અંતરની લાગણી - હતી. વળી મુનિશ્રી આનંદસાગરજીની ગુરુભક્તિ જોઈને તો સહુ ધન્ય ધન્ય ઉચ્ચારે છે. કેવી અપ્રતિમ ગુરુભક્તિ! કેવો અદ્વિતીય આદર! આ કાળમાં દુષ્કર ગણાય એવો વિનય પૂ. આનંદસાગરજી દાખવતા હતા. ગુરુ પૂ. જિતેન્દ્રસાગરજી વારંવાર ગુસ્સે થતા. કોઈ નિમિત્ત મળે અને એમનો ગુસ્સો ભભૂકી ઊઠતો. બસ પછી તો શબ્દોના ચાબખા પર ચાબખા લગાવ્યું જાય. શિષ્યને વારંવાર અપમાનિત કરે, આથી તો એમની સાથે કોઇ શિષ્ય નહોતો. પણ એમના પુણ્યયોગે પૂ. આનંદસાગરજી જેવા શિષ્ય મળ્યા. ગુરુ ગમે તેટલા ઊંચા અવાજે બોલે,છતાં ‘જી' અને ‘તહત્તિ' કરીને ઊભા રહે. આ કાળમાં એક આશ્ચર્ય ગણાય તેવો વિનય તેમનામાં પ્રગટ થતો હતો. આવો વિનય જોઈને ચંદ્રાચાર્ય અને નવદીક્ષિત ક્ષુલ્લક મુનિની સ્મૃતિ તાજી થઈ જતી. ચંડરુદ્રાચાર્ય સ્વભાવે જ ક્રોધિત હતા. નવદીક્ષિત ક્ષુલ્લક મુનિ પર એમણે 'પૂબ ગુસ્સો કર્યો. માથામાં દડો માર્યો. ઘોર અપમાનભર્યા કટુ વચનો કહ્યા, આમ છતાં ક્ષુલ્લક મુનિ ગુરુની સામે કશું ન બોલે. ક્ષમાપૂર્ણ વિનયયુક્ત વચનો જ બોલે. ભૂતકાળની એ કથા પૂ. તપસ્વી મુનિશ્રી જિતેન્દ્રસાગરજી અને પૂ. મુનિશ્રી આનંદસાગરજીના ગુરુ-શિષ્યના સંબંધમાં ફરી જીવંત બની. ગુરુની એવી સેવા કરે છે કે જેથી એમને ક્રોધ-કષાયનું નિમિત્ત ન મળે. ગુરુની અવસ્થા હોવાથી એમની એકેએક વાતનું ધ્યાન રાખે. કોઈ પૂર્વનું ઋણાનુબંધ હોય 2-1થવા તો ભવાંતરનો સંબંધ હોય તેવું લાગે. પૂ. મુનિશ્રી આનંદસાગરજી વેરે છે કે ગુનો દોષ જોવો નહિ. એનો વિચાર કરીએ તો ગુરુના આશીર્વાદ કદી ફળે નહિ. વળી આવો દોષ જોઈએ તો ખુદ ગુનેગાર બનીએ. વળી એમ થાય છે કે આ ગુરુનો પોતાના પર કેટલો બધો અસીમ ઉપકાર છે! એમના કારણે તો આવું ભવ્ય સંયમજીવન પામ્યો! પેથાપુર ગામના શ્રાવકોમાં બધે પૂ. આનંદસાગરજીની ગુરુભક્તિનાં જ ગુણ ગવાય. કોઈ કહે, “આ નવા સાધુ તો ગ્રેજયુએટ થયેલા છે. છતાં કેટલા બધા નમ્ર છે!” કોઈ એમના જ્ઞાનને તો કોઈ એમની સ્વાધ્યાયશીલતાને વખાણે. ફૂલને ગમે તેટલું ગોપવી રાખો, પણ એની સુવાસ તો પ્રર્યા વિના રહેશે
30
For Private And Personal Use Only