________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગમે તે મૂલ્યવાન વસ્તુની માગણી કરે તો પણ એને નિઃસંકોચ પૂર્ણભાવથી તત્કાળ અર્પણ કરતા. એક વાર એક સાધુજન એમને મળવા આવ્યા. આચાર્યશ્રી પાસે ઓઘોરજોહરણ પડયો હતો. સાધુજન એ જોઈને સ્વાભાવિક રીતે બોલી ઊઠયા કે કેવું સરસ રજોહરણ છે'. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ તરત જ એ રજોહરણ એમને અર્પણ કરી દીધો! પૂજય આ. શ્રી લબ્ધિસૂરિજીના સમુદાયના મુ. શ્રી શુભવિજયજી નામના એક સાધુ થઈ ગયા. તેઓ ઉત્તર ગુજરાતના માણસાના વતની હતા. એમની ઉમર સિત્તેર વર્ષની હતી. તેઓ એક દિવસ ભરબપોરે પૂ. આચાર્યશ્રીને મળવા આવ્યા. પૂ. આચાર્યશ્રી બીજે દિવસે તો અમદાવાદથી વિહાર કરીને ખંભાત જવાના હતા. સિત્તેર વર્ષના શુભવિજયજીની આંખો આંસુથી એકાએક છલકાઈ ઊઠી. તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. એમણે કહ્યું, “મારે મોતિયો ઉતરાવવો છે, પણ કોની પાસે જાઉ? મારી સાથે કોઈ સાધુ નથી કે જે મારી સંભાળ રાખે. ટ્રસ્ટીઓ પણ મારું સાંભળતા નથી, કે જે
ઑપરેશનના ખર્ચની યોગ્ય વ્યવસ્થા કરે. હવે હું કરું શું? પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ આ વડીલ સાધુજનને સાંત્વના આપી. એમને કહ્યું, “તમે કશી ફિકર કરશો નહિ. બધું બરાબર થઈ જશે. ” પૂ. આચાર્યશ્રી બીજે દિવસે તો ખંભાત તરફ વિહાર કરવાના હતા, પણ એમણે વિહાર મોકૂફ રાખ્યો. એક સાધુની આવી અવસ્થા હોય અને પોતે કઈ રીતે જઈ શકે ? સાધુની વૈયાવચ્ચ કરવાની ધન્ય ઘડી સાંપડી હોય એ કઈ રીતે જતી કરાય? આથી આચાર્યશ્રીએ જાહેર કર્યું કે તેઓ દસ દિવસ બાદ ખંભાત ભણી વિહાર કરશે. બીજે દિવસે પોતે પૂ. મુનિશ્રી શુભવિજયજીને લઈને અમદાવાદના રિલીફરોડ પર આવેલા એક દવાખાનામાં આંખ બતાવવા ગયા. એમનું ઑપેરશન થયું. આચાર્યશ્રીએ પૂરી સંભાળ લીધી. આખો દિવસ પૂ. પદ્મસાગરજી એમની સંભાળ રાખે. રાત્રે પૂ.આ. શ્રી કૈલાસસાગરસૂરિજી પોતે એમની પાસે રહે. આમ ત્રણ દિવસ સુધી સતત એમણે કાળજી રાખી. એટલું જ નહિ પણ એ પછી ચમાં પણ કરાવી આપ્યાં. વળી શુભવિજયજીને ચાતુર્માસમાં અનુકૂળતા રહે તે માટે માણસા સંઘ પર ચિઠ્ઠી પણ લખી આપી. ખરતરગચ્છના હરમુનિજી એકલા સાધુ હતા. એમનું ચારિત્ર અત્યંત નિર્મળ હતું. ૬૫ વર્ષના હીરનિજીને આચાર્યશ્રીએ કહ્યું કે તમારી અવસ્થા થઈ ગઈ છે. તમે એકલા રહો તે બરાબર નથી. પણ હરમુનિને કોણ રાખે?બીજીબાજુ
૧૦૭
--
For Private And Personal Use Only