________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ શહેરમાં જુદા જુદા સમુદાયના સાધુજનો બિરાજતા હોય, દરેક જુદા જુદા ઉપાશ્રયમાં હોય, આવે સમયે બીજા સાધુઓ પોતાના વડીલ સાધુને પૂછયા વિના અન્ય કોઈને વંદન ન કરે. જયારે આચાર્યશ્રી ઉદારવૃત્તિ ધરાવતા હતા. તેઓ કહેતા કે આપણે વંદન કરવા જોઈએ. કોઈ એમ કહે કે તેઓ તો આપણને વંદન કરતા નથી તો પછી આપણે શા માટે વંદન કરવા? આ સમયે સૌજન્યમૂર્તિ આચાર્યશ્રી એમની પ્રેમસભર વાણીથી સમજાવતાં, “જુઓ, આતોલાભનું કારણ છે. આમાંથી આપણને એકાંતે નિર્જરા થાય છે. આમ, આપણને એકાંતે લાભ તો મળે જ છે ને?” આચાર્યશ્રીના જીવનમાં વૈયાવચ્ચનો આદર્શ ઉત્કૃષ્ટપણે પ્રગટ થાય છે. એમની વૈયાવચ્ચની ભાવનાને આડે ગચ્છ કે સંપ્રદાયના સીમાડા આવી શકતા નહોતા. પોતે જે ગામમાં આવ્યા હોય ત્યાં બહારથી કોઈ સાધુ પધારે તો કદી એવી રાહ ન જુએ કે ક્યારે એ સાધુ એમને મળવા કે વંદન કરવા આવશે? હું મોટો છું અને તે નાનો છે એવો ગર્વ એમના ચિત્તને કદી સ્પર્શતો નહિ. એમના જીવનમાં ક્યાંય મોટાઈનો ભાર દેખાતો નહિ. પોતે સામે ચાલીને એ સાધુને મળવા જતા. પાલીતાણામાં કનકબેન બૈદ નામના શ્રીમંત શ્રાવિકાના જીવનનો હેતુ જ સાધુ-સાધ્વીઓની ભક્તિ કરવાનો. કોઈ સાધુ-મહાત્મા બીમાર હોય, કોઈ સાધુજનોને ઓપરેશન કરાવવું હોય કે કોઈ સાધુ-મહાત્માને ચારિત્રનાં ઉપકરણોની જરૂર હોય તો એ સહુને કનકબેન ઉપયોગી બને. સાધુ-સાધ્વીની સેવામાં સર્વસ્વ સમર્પણ કરવાની એમની ઝંખના જોવા મળે. વળી આવી સેવા પાછળ હૃદયનો ભાવ હોય, ચિત્તનો આનંદ હોય અને સંપત્તિનો સંતોષ હોય. આવાં અનોખા શ્રાવિકા કનકબેનને આચાર્યશ્રી “કનકમા’ કહેતા અને એમ પણ કહેતા કે, “કનકમા તો સાધુજનોની માતા છે.” આચાર્યશ્રી પોતે પાલીતાણા ગયા હોય તો સામે ચાલીને કનકબેનને વિવેકપૂર્ણ વાણીમાં પૂછે કે સાધુ-સાધ્વીની ભકિતમાં કંઈ સેવાનો લાભ આપવો હોય તો મને કહેજો. કોઈ સાધુજનનું પુણ્યબળ ઓછું હોય અથવા તો શ્રાવકો દ્વારા એમની યોગ્ય સંભાળ લેવાતી ન હોય તો પૂ. આચાર્યશ્રી એમને સહેજે ઓછું આવવા દેતા નહિ. એમની સેવા કરતા જાય અને કહેતા જાય, “સાધુજનની વૈયાવચ્ચ ક્યાંથી મળે? જુઓ, બાહુબલિને કેવું બળ મળ્યું? પૂર્વભવમાં સાધુની સેવા કરી તો એના ફળરૂપે કેટલા બધા શક્તિશાળી બન્યા? અને એ શક્તિનો ઉપયોગ અને એમણે કેવો સંયમની સાધનામાં કર્યો?” પૂ. આચાર્યશ્રી પાલીતાણા જાય ત્યારે ઘણા સાધુઓ એમની પાસે આવે અને કોઈને નિરાશ ન કરે. પૂ. આચાર્યશ્રીના ઉપદેશથી જ ઘણા શ્રાવકોએ વૈયાવચ્ચ માટે ઘણી મોટી રકમ વાપરી હતી. કોઈ સાધુ સંયમ ઉપયોગી
૧૦૬
For Private And Personal Use Only