________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુતા હમેશા સમન્વયની ખપી હોય છે.
સદાચાર, સદ્વિચાર અને સશ્રધ્ધામાં માનનારી હોય છે. પાંડિત્યથી ભરેલી પ્રતિભા કદીક વાદવિવાદમાં કે એકાંત આગ્રહમાં ફસાઈ જાય છે, તપના તેજથી ઝળહળતી સાધુતા કદીક તેજોદ્વેષમાં સરી પડે છે, પરંતુ નરી સરળતાની પૂજક સાધુતા સહુથી પર રહીને સ્વ અને પરનું કલ્યાણ સાધે છે. એ શાસ્ત્રાર્થ કરતી નથી. વાદવિવાદમાં પડતી નથી અને છતાં સર્વત્ર જીત મેળવે છે. એ છટાદાર વાક્ચાતુરીથી સહુનાં મન ડોલાવી દેતી નથી, છતાં એની સૌમ્ય પ્રતિભાનો અનુભવ માનવચિત્તને સીધો સ્પર્શી જતો હોય છે. એ પદ કે પદવી બીજા પર સ્થાપતી નથી અને છતાં મોટા મોટા પદવીધારીઓ કરતાં પણ એ વધુ આદર મેળવી જાય છે. એમના ઉપદેશમાં મોટી-મોટી વાતો હોતી નથી, પરંતુ એમના આચારથી જ માનવતાની મોટાઈનો સહુને પરિચય થતો હોય છે. એ સદા અને સર્વદા ઐક્યમાં માનનારી હોય છે, તેથી એ અજાતશત્રુ બને છે. દુશ્મન પણ એને દિલથી નમે છે. એ ક્લેશ, વિષાદ ને વિખવાદ પસંદ કરતી નથી અને તેથી જ એની આસપાસ એક દિવ્ય વાતાવરણ રચાતું રહે છે. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી શાસનના મહાન પ્રભાવક સાધુ હતા. આજની સદીના પ્રતાપી અને પ્રભાવશાળી સાધુજનોમાં એમનું નામ અને કામ આગવું તરી આવે છે. અનેક કષ્ટ અને આપત્તિ સર કર્યા પછી એમનું સાધુતાનું સ્વપ્ન સિધ્ધ થયું હતું અને એથી જ એમને સાધુ કે સાધુતા માટે અપાર આદર હતો. “દાસોનું હમ - સર્વસાધૂનામુ”એ એમનું પ્રિય સુત્ર હતું. કોઈ પણ સમુદાયના સાધુ માંદા હોય ત એમની પાસે પહોંચી જતા. એ કોઈ પણ સંધાડાના હોય તો પણ તેમની વૈયાવચ્ચ કરતા. તેઓ કહેતા કે “જે. સાધુ ભગવંતો શાસનની સેવા કરતા હોય તો તેમનું અનુમોદન કરજો.એમાંથી પુણ્યબળ પ્રાપ્ત થશે.ભવાંતરમાં જિનશાસનની પ્રાપ્તિ થશે અને પ્રભુશાસનની અનુમોદના જૌઇને આત્મા નિર્મળ બનશે.” વળી કહેતા કે, “જો આમ નહિ કરો તો ભવાંતરમાં પ્રભુનું શાસન મળવું દુલર્ભ બને તોપણ ના નહિ”. રસ્તામાં વિહાર કરતી વખતે કોઈ સાધુમહાત્મા મળી જાય તો તેઓ પોતે પહેલાં એમને આદરપૂર્વક “મયૂએણ વંદામિ ” કહે. વળી સાધુને જોતાં જ તેઓ ખૂબ નમ્ર અને ગળગળા થઈ જતા અને વિચાર કરતા કે એમની સેવાની તક કયારે મળે?
૧૦૫
-
-
-
-
-
--
-
--
-
-
-
For Private And Personal Use Only