________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતળ છાયા આપતો અને અનેક ઝૂમતી વડવાઇવાળો વિશાળ વડલો જેટલો G5 મહત્ત્વનો છે, એટલું જ મહત્ત્વ એના મૂળને પોતાની ગોદમાં સમાવીને બેઠેલી ધરતીનું છે. આકાશ સાથે વાતો કરતી ગગનચુંબી ઈમારત જેટલી આકર્ષક છે. એટલો જ એનો આધાર એના પાયામાં પડેલા પથ્થરોનો છે માનવીની સંસ્કારિતા એના કુટુંબની પરંપરામાંથી મહોરી ઊઠતી હોય છે. એના દેઢ ધર્મસંસ્કારોના બીજનું સિંચન બાલ્યાવસ્થામાં જ થતું હોય છે. એનામાં ઉચ્ચ ભાવનાઓનો ઉદ્ઘોષ સંભળાય છે, એના મૂળમાં કુટુંબના પ્રેમ અને પ્રેરણા હોય છે. એક ધર્મપરાયણ કુટુંબમાં કાશીરામનો જન્મ થયો હતો. એમના પૂર્વજો હાલ પાકિસ્તાનમાં આવેલા લાહોરમાં વસતા હતા. છેલ્લા એક સૈકાથી એમનું કુટુંબ લુધિયાણા જિલ્લાના જગડાંવમાં રહેતું હતું અને પાટનગર દિલ્હી સુધી વેપારી સંબંધો ધરાવતું હતું. દિલ્હીમાં એમની સોના-ચાંદીની દુકાન હતી. બિરચંદજી એનો કારભાર સંભાળતા. પંજાબના જગરાંવમાં એટલો જ મોટો કારોબાર હતો. રામકિશનદાસજી એ સંભાળતા. કાશીરામના પૂર્વજોની અટક અરોરા હતી. આ કુટુંબના પૂર્વજો મૂળ ક્ષત્રિય હતા. આજના ઘણા જૈનોનો ભૂતકાળ તપાસીએ તો એમના પૂર્વજો મૂળ ક્ષત્રિય હતા. જૈનોના તીર્થકરો પણ મૂળે તો ક્ષત્રિય હતા. ક્ષાત્રતેજમાંથી જ ત્યાગ-તેજ પ્રગટે. કાશીરામના કુટુંબની અટક અરોરા હતી, પરંતુ જગરાંવમાં આવ્યા પછી કાશીરામના દાદા ગંગારામજીને પૂ. કુંદનલાલજી મહારાજનો પરિચય થયો. ગંગારામજી એમની પાસેથી ધર્મબોધ પામ્યા અને વખત જતાં ક્ષત્રિયજાતિના ગંગારામજીએ જૈન ધર્મનું પાલન શરૂ કર્યું. તેઓ ગંગારામ અરોરામાંથી ગંગારામ જૈન બની ગયા. કાશીરામના પિતા રામકિશનજી લુધિયાણા જિલ્લાના જગરાંવ ગામના મહોલ્લા ચાવલામાં રહેતા હતા. આખા જગરાંવમાં રામકિશનજીને માટે સહુને ભારે આદર. ચુસ્ત ધાર્મિક મનોવૃત્તિ ધરાવનારા રામકિશન પાસે માત્ર પોતાની જ જ્ઞાતિના નહિ, પણ આખા ગામના લોકો ધાર્મિક કે સામાજિક પ્રશ્નો અંગે સલાહ લેવા આવતા. ધર્મપરાયણ રામકિશનજી સહુન્ને સ્નેહથી યોગ્ય માર્ગદર્શન આપતા. દુખિયા હોય તો એમને મદદ કરતા. મૂંઝાયેલાને રસ્તો બતાવતા. રામકિશનજી સ્થાનકવાસી સમાજના આગેવાન હતા, આથી એમને ત્યાં સતત ધર્મપ્રવૃત્તિ ચાલતી. સાધુ-મુનિરાજો પધારતા હોય. એમના ચાતુર્માસ અંગે વ્યવસ્થા થતી હોય. રામકિશનજીના ઘરમાં સાંપ્રદાયિક સંકીર્ણતા નહોતી. એમના સૌથી મોટા પુત્ર બિરચંદજીના પત્ની વિદ્યાવતીજી જૈન ધર્મમાં માનતા
૩૯
For Private And Personal Use Only