________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધીરે ધીરે લકવાની અસર દૂર થઈ. તેઓ સાજા થઈ ગયા.
એ પછી એક ડૉકટર એમને તપાસવા આવ્યા. તપાસતાં માલુમ પડયું કે તેમનો હાથ લકવાગ્રસ્ત બન્યો હોય તેમ લાગતું હતું. ડૉકટરે પૂછ્યું, “શું તમને લકવા થયો હતો ખરો ? કંઈ દવા કરી હતી ? ” પૂ. આચાર્યશ્રીએ કહ્યું, “થોડા દિવસ પહેલાં જ દવા કરી હતી”,
ડૉકટરે વધુ વિગત માંગતા પૂછયું, “દવામાં શું શું લેતા હતા? કઈ કંપનીની ટેબલેટ્સ ઉપયોગમાં લીધી હતી ?”
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના વિશાળ મુખ પર સ્મિત ચમકી ઊઠયું એમણે કહ્યું, “મારી પાસે તો પ્રભુના નામની દવા છે, પછી બીજી દવાની જરૂર શી? ".
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીના શરીરને રોગો ઘેરી વળ્યા હતા, પરંતુ આત્મબળને આધારે જીવનારા આવી પરવા કરે ખરા ? એવામાં શ્રી સીમંધરસ્વામીતીર્થની પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો. એ સમયે સાધક આચાર્યશ્રીએ નકકી કર્યું હતું કે રાત્રે સૂઈને પડખાં બદલવાં એમાં પણ હિંસા થાય છે. આખી રાત એક જ પડખે સૂવાનું નકકી કર્યું. ઓઢવા-પાથરવા માટે તો માત્ર એક કામળી રાખે. ઓશીકાની તો વાત જ શી ? એક હાથ માથા નીચે રાખીને સંથારી જાય. આ સમયે એમને જમીનમાંથી ઠંડી લાગી ગઈ. જમણો હાથે કામ કરતો અટકી ગયો. ડૉકટરે કહ્યું કે લોહીનું પૂરું પરિભ્રમણ થતું નથી. લકવાની અસર થઈ ગઈ છે. પ્રતિષ્ઠાના દિવસો આવ્યા. આચાર્યશ્રીને થતું કે સ્વહસ્તે અંજનશલાકા કરી શકું તો મારું કેટલું ભાગ્ય પણ અંજનશલાકા કરી શકાશે ખરી ? વિકલાંગ હોય કે દેહમાં કાંઈ ખોડખાંપણ હોય તો અંજનશલાકા થઈ શકે નહીં. જો જમણા હાથની આવી સ્થિતિ હશે તો અંજનશલાકા શકય નથી.
એ સમયે મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના શિક્ષક પુખરાજજી અમીચંદજી કોઠારી આચાર્યશ્રીને મળવા આવ્યા.
આચાર્યશ્રીએ એમની પાસે અભ્યાસ કર્યો હતો એટલે પુખરાજજીને પોતાના વિદ્યાગુરુ માનતા હતા. આ સમયે પુખરાજજીએ આચાર્યશ્રીને લકવાની અસર હોવાથી શાતા પૂછી, ત્યારે એમણે કહ્યું
“મૃત્યુ તો કોઈક દિવસ આવવાનું છે એને માટે હું તૈયાર છું. પરંતુ સીમંઘરસ્વામીની પ્રતિમાજીને અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો તારક પુણ્યપ્રસંગ નિર્વિઘ્ન સાનંદ સંપન્ન થાય એટલે સંતોષ.”
આમ સીમંધરસ્વામી પ્રત્યેની એમની ભકિત સતત પ્રગટ થતી હતી. બીજા વૈશાખ સુદ છઠના દિવસે સીમંધરસ્વામીની ભવ્ય પ્રતિમાજીનો મહા
૧૪૨
For Private And Personal Use Only