________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગરાવ ગામના મહોલ્લા ચાવલામાં રહેતા ધર્મપરાયણ રામકિશનજીના ઘરમાં ભારે અજંપો અને બેચેની પ્રવર્તતાં હતાં. કાશીરામના શિક્ષણ અને સંસ્કાર માટે સતત સંભાળ રાખનાર એના પિતા રામકિશનજીને એ સમજાતું નહોતું કે પોતાનો દીકરો શા માટે આમ કહ્યા વિના ચાલ્યો ગયો? આવા વિનયી પુત્રને આ શું સૂઝયું હશે? પોતે એના માટે કશી વાતની મણા રાખે તેમ ન હતાં, છતાં શા માટે જાણ કર્યા વિના જતો રહ્યો હશે? રામકિશનજીના મનમાં ભારે ગ્લાનિ અને વિષાદ જાગ્યાં. આવે સમયે ધર્મ એમને સાંત્વના આપી. જે ભવિતવ્યતા છે તે થવાની જ છે. વળી પોતાના ધર્મસંસ્કારોને કારણે કાશીરામે આત્મહત્યા નહીં જ કરી હોય, એવી એમને દઢ શ્રધ્ધા હતી. ધર્મનો કેવો અસીમ ઉપકાર ! સ્થાનકવાસી સમાજના આગેવાન રામકિશનજી સાધુ-મુનિરાજો પાસે જતા. તેઓ રામકિશનને સાંત્વના આપતા અને જીવનમાં વૈર્ય રાખવા સલાહ આપતા. કાશીરામના ગૃહત્યાગ પછી યુવાન શાંતાદેવીએ સાંસારિક સુખની ચાદર છોડીને વૈરાગ્યની કામળી ઓઢી લીધી હતી. એમની મોટીબહેન વિદ્યાવતીના કાશીરામના મોટાભાઈ બિરચંદજી સાથે લગ્ન થયાં હતાં. મોટીબહેનની હૂંફ અને કુટુંબની લાગણીને કારણે શાંતાદેવી સ્વસ્થતાથી જીવનના એક મહાન પરિવર્તનને પાર કરી શક્યાં. હજી દામ્પત્યના પગથારે માંડ થોડાં ડગ ભર્યા હતાં અને વિખૂટા પડવાની વેળા આવી. પતિની ત્યાગભાવનાને શાંતાદેવી બરાબર જાણતા હતાં પણ તેઓ કયાં છે તેની ચિંતા સતત સતાવતી હતી. એમણે વૈરાગ્યનો ભેખ ભલે લીધો, પણ જે રીતે તેઓ સંસારસાગરના કોઈ અદ્રશ્ય તળિયે જતા રહ્યા. તે શાંતાદેવી માટે આકરી તાવણી જેવું હતું. ક્યાં હશે તેઓ? ક્ષેમકુશળ તો હશે ને? એમની વૈરાગ્યની મનોકામના સફળ થઈ હશે કે નહીં ? એમને એમની ભાવનાને અનુરૂપ વાતાવરણ મળ્યું હશે ખરું? પણ આની તો કોઈને ખબર ન હતી. કાશીરામની શોધ મહિનાઓ સુધી અવિરતપણે ચાલી, પણ ક્યાંય એમનો પત્તો ન લાગ્યો. શોધના પ્રયાસો તો ચાલુ રાખ્યા હતા, પણ મળવાની આશા
ઓગળવા માંડી હતી. કાશીરામના ગૃહત્યાગને નવ-નવ મહિનાનો સમય પસાર થઈ ગયો. ઘરમાં એકબાજુ કાશીરામના ગૃહત્યાગને કારણે ખાલીપો લાગતો, બીજીબાજુ એમના ખબરઅંતર વિના છૂપો સંતાપ અને ભારેલો ઉગ ઘર પર સતત ઝળુંબતો રહેતો. રામકિશનદાસજીને જયાંથી થોડી પણ માહિતી મળી. કે દોડી જઈને
For Private And Personal Use Only