________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકની વાત
પ્રસિદ્ધ ફેંચ ચરિત્ર-લેખક કે મોવએ જીવનચરિત્રની વિભાવના 4012 sedi sei, Biography is the story of evolution of a human soul' અર્થાતુ જીવનચરિત્ર એ તો માનવઆત્માના વિકાસનું વૃત્તાંત છે. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના જીવનમાં પણ માનવઆત્માના ભવ્ય વિકાસનું દર્શન થાય છે.
લખનાર ધન્ય બને તેવું પાવન આ જીવન છે. બહુ વિરલ વ્યક્તિઓનું બાહ્યજીવન એવું પુનિત અને પ્રભાવક હોય છે કે જેમાંથી આપોઆપ આંતરજીવનના વિકાસની રેખાઓ ઊપસતી, ફૂટતી અને પ્રગટતી હોય. આ ચરિત્રમાં પૂજ્ય આચાર્યશ્રીના બાહ્ય ધર્મકાર્યની સાથોસાથ એમનો વિરલ આંતરિક વિકાસ પ્રગટ થાય છે.
આવી વિભૂતિનું ચરિત્ર-આલેખન કરવાનું કામ સ્વાભાવિક રીતે જ કપરું ગણાય. વળી મારે માટે તો વિશેષ પડકારભર્યું ગણાય. એક તો પૂજય આચાર્યશ્રી કૈલાસાગરસૂરીશ્વરજીને માત્ર એક જ વખત મળવાનું બન્યું હતું અને તે પણ સાવ અલપ-ઝલપ ! એમના જીવનની ઘણી વાતો સાંભળી હતી. એમની પ્રેરણાથી સર્જાયેલાં દેરાસરોના પ્રત્યક્ષ દર્શન કર્યા હતાં, પરંતુ ગાઢ પરિચયના અભાવે આ ચરિત્ર આલેખવાની આરંભમાં તો મેં આનાડાની દાખવી. પ. પૂ. આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. એ કહ્યું, ‘યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું ચરિત્ર તમારા પિતાશ્રી ‘જયભિખુ'એ લખેલું છે. આ ચરિત્ર તમારી પાસે જ મારે લખાવવું છે.’ અંતે એમના સદ્દભાવપૂર્ણ આદેશને વશ થઈને આ ચરિત્ર લખવાની જવાબદારી શિરે લીધી.
ખરી મુશ્કેલીનો અનુભવ તો ત્યારે થયો કે જ્યારે પૂજ્ય આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા.ને કાળધર્મ પામ્યાને માંડ એક વર્ષ વીત્યું હોવા છતાં એમના જીવન વિશેની શ્રદ્ધેય માહિતી બહુ ઓછી સાંપડતી હતી. એમની પંન્યાસપદવી, ઉપાધ્યાયપદવી વગેરે પદવીઓની તિથિઓમાં પણ દ્વિધા પ્રવર્તતી હતી. આને માટે ઠેર ઠેર તપાસ કરી. જહોન્સનનું ચરિત્ર લખતાં અગાઉ એક તારીખની ખાતરી કરવા માટે બોઝવેલ અડધું લંડન શહેર ફરી વળ્યો હતો. કંઈક આવી સ્થિતિ અહીં થઈ. ઠેર ઠેર આ તિથિની તપાસ કરી. પ્રસંગની તસવીરો અને શ્રીસંધની નિમંત્રણ પત્રિકા જોઈ. નિકટના સાથીઓને મળ્યો. અંતે એમના જીવનની મહત્ત્વની ઘટનાઓ, તેઓશ્રીના ચાતુર્માસ તથા તેઓના દ્વારા થયેલી અંજનશલાકા પ્રતિષ્ઠાની માહિતી મળી.
પ.
For Private And Personal Use Only