________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન વિભૂતિની વિશેષતા એ છે કે એમને જયારે પોતાની ભૂલ સમજાય છે ત્યારે માત્ર પશ્ચાત્તાપ કરીને અટકી જતા નથી, પરંતુ બીજાઓ આવી ભૂલ ન કરે તે માટે સક્રિય પ્રયત્ન પણ કરે છે. પોતાના જાગરણનો સહુને લાભ મળે, તેમ વાંછે છે.
પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ તો બીજાની ભૂલ હોય અને પોતે પ્રાયશ્ચિત્ત કરનાર માનવી હતા, જયારે પોતાની ભૂલ અંગે તો તે કેટલો બધો વિચાર કરતા હશે! આથી એમના સાધુજીવનમાં સતત પ્રતિમાજી ભરાવવાની ચાહના દેખાય છે. શક્ય હોય તેટલા પ્રતિમાજીની અંજનશલાકા કરાવવી તેમ જ પ્રતિષ્ઠા કરાવવી, એ અંગે એમનામાં અપાર ઉત્સાહ પ્રગટ્યો હતો. બાર મહિને એક લાખ પ્રતિમાજી ભરાવવાની તેઓ ભાવના રાખતા હતા.
આમ કરીને તેઓ કહેતા કે પોતે ભૂતકાળમાં ભગવંત પ્રતિમાજીની આશાતના કરી છે, તેના દોષમાંથી મુક્ત થવા માટે તેઓએ જયાં જયાં દેરાસરોના જીર્ણોધ્ધાર ચાલતા હોય ત્યાં સુખી-સંપન્ન શ્રાવકોને ઉપદેશ આપીને શ્રાવકો દ્વારા મોટી રકમોનો લાભ લેવડાવતા. છેક અંતિમકાળે પણ તેઓ મેવાડનાં દેરાસરનો જીણોધ્ધાર થાય તેની ભાવના ધરાવતા હતા. આ અંગે તેઓ કહેતા કે ભવાંતરમાં પણ આ પરમાત્મા પ્રત્યે એ પથ્થર છે એવો અંશમાત્ર પણ વિકલ્પ ન આવે તે માટે પ્રતિમાજી ભરાવું છું
તીર્થાધિરાજ શત્રુંજય પ્રત્યે એમને અખૂટ શ્રધ્ધા હતી. એક દિવસ પ. પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીએ પૂછયું કે શત્રુંજય મહાતીર્થમાં વગર માંગ્યે ઘણી આવક થાય છે તો તેને બદલે બીજા સ્થળે જયાં જરૂર છે ત્યાં અપાવવા ઉપદેશ આપો તો કેવું? ઘણી વાર તો કોઈને જાણ ન થાય તે રીતે કેટલીયે રકમ તેઓ શત્રુંજય તીર્થાધિરાજને અર્પણ કરવાનો સદુપદેશ કરતા.
આ અંગે પૂ. આચાર્યશ્રીએ કહ્યું કે પોતાના દીક્ષાકાળના આરંભમાં તીર્થાધિરાજ શત્રુંજપ પર ગયા હતા. પરંતુ એ સમયે એમને મૂર્તિપૂજામાં વિશ્વાસ નહોતો. એક વખત આને પથ્થર કહેનારા પોતે કેટલી બધી અશાતના કરી? જે મહાતીર્થ પર સિધ્ધસેન દિવાકર અને કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ જ્ઞાની ભગવંતો સંઘ લઈને આવ્યા, એવા મહાન તીર્થ પ્રત્યે પોતે કેવી દૈષ્ટિ દાખવી? આનો શોક અને પશ્ચાત્તાપ એમના જીવનમાં સતત રહ્યો. એ પછી તો આ તીર્થની યાત્રાએ જતાં એમનું હૈયું નાચી ઊઠતું હતું. શ્રી સિધ્ધાચલજીનું ચૈત્યવંદન લાગણીથી ગદ્ગદિત અવાજે ગાઈ ઊઠતા હતા,
“શ્રી શત્રુંજય સિધ્ધ-ક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે, ભાવ ધરીને જે ચડે, તેને ભવ પાર ઉતારે (૧) અંનત સિધ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય,
૧૩૩
For Private And Personal Use Only