________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વ નવાણું રિખવદેવ, જયાં ઠવિઆ પ્રભુ પાય (૨) સૂરજ કુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ, નાભિ-રાયા-કુલ-મંડણો, જિનવર કરૂં પ્રણામ (૩)
તેઓશ્રી વિચારે છે કે આ કેવું ભવ્ય તીર્થ કે જયાં પ્રથમ તીર્થકર અને માનવસંસ્કૃતિના આદિ-સ્થાપક ભગવાન ઋષભદેવ પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા હતા! ચોવીસ તીર્થકરોમાંથી શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થકરોએ સકલ તીર્થમાં રાજા સમા શત્રુંજય પરથી વિશ્વને જૈન ધર્મનો સંદેશ આપ્યો.
જેના દર્શન માત્રથી આત્મા મોક્ષે જવાની યોગ્યતા પ્રાપ્ત કરે એવું આ ભવ્ય તીર્થ જોતાં એમનો આત્મા પુલકિત થઈ ઊઠયો! આંખમાં આંસુ સાથે પોતે કરેલા અપરાધનું પ્રાયશ્ચિત્ત કર્યું. તીર્થંકર પરમાત્માને વિનંતી કરી. પોતાને હાથે થયેલા દોષનું વિસર્જન થાય અને આત્મશુધ્ધિનો ઉજાળનારો પંથ મળે. તીર્થાધિરાજ શત્રુંજયની ભારે ભાવવિભોર બનીને પૂજા કરતા હતા.
પોતાના જીવનમાં પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી મહારાજે લગભગ નવેક હજાર જેટલી પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવી હશે. જે કોઈ ગામમાં કે શહેરમાં જેટલી પ્રતિમાજીની જરૂરિયાત હોય તે પ્રમાણમાં પ્રતિમાજી ભરાવવાનો ઉપદેશ આપતા અને શ્રાવકો તેટલા પ્રતિમાજી ભરાવીને તેઓશ્રીના શુભહસ્તે અંજનવિધિ કરાવીને સબહુમાને અર્પણ કરતા. આટલી બધી પ્રતિમાઓની અંજનશલાકા કરાવી, છતાં આજે એકેય પ્રતિમાજી ઉપલબ્ધ નથી. કોઈ ને કોઈ દેરાસરમાં એમની ક્રિયાપૂર્વક પ્રતિષ્ઠા થઈ છે.
લોકોમાં એક એવી ધારણા હતી કે એમના હાથે અંજનશલાકા પામેલી પ્રતિમા આવે તો ગામમાં સુખ, શાંતિ અને આબાદી વધે. ધર્મની ખૂબ પ્રભાવના થાય. વળી કુદરતી રીતે બન્યું પણ એવું કે જયાં જયાં એમના હાથે અંજનશલાકા પામેલા પ્રતિમાજી ગયા, ત્યાં ત્યાં શ્રાવકોની સુખ, શાંતિ અને આબાદીમાં ઘણો વધારો થયો.
આનો એક જ દાખલો જોઈએ તો મિરામ્બિકા રોડ પર આવેલા સુમતિનાથજી જિન દેરાસરની એમણે પ્રતિષ્ઠા કરાવી હતી. આ સમયે ૩૦૦ પ્રતિમાજીની અંજનશલાકા કરી હતી. પોતે જાતે વેદિકામાં આસન જમાવીને બેસતા. ભાવથી મૂર્તિ જુએ, નામ જુએ અને લખે. અંજનશલાકા વખતે પ્રતિમાજીને ભાવપૂર્વક નિહાળતા પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને જોવા એ એક અનેરો લહાવો હતો. મિરામ્બિકા વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો વસે છે, પરંતુ અહીંના રહીશોએ કહ્યું કે એમના આશીર્વાદથી અમે ઘણા સુખી થયા છીએ.
૧૩૪
નું
For Private And Personal Use Only