________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના સંયમજીવનનાં ૪૭ વર્ષ દરમિયાન પૂ. આચાર્યશ્રીએ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર વગેરે રાજયોમાં વિહાર કર્યો. તેઓ ઠેર ઠેર મહામિથ્યાત્વાદિના કારણે શ્રી સંઘમાં વ્યાપેલા અંધકારને દૂર કરવા સતત અને સચોટ પ્રયાસ કરતા. એમની સચોટ અમૃતવાણીથી કેટલાંય કાળમીંઢ હૃદયો પીગળી જઈને તેમનું પરિવર્તન થયું. તેઓ દારૂ, જુગાર, માંસાહાર જેવાં વ્યસનોમાંથી મુકત રહેવા સચોટ ઉપદેશ આપતા. એમની આસપાસ એવું સાત્વિક વાતાવરણ પ્રગટેલું રહેતું કે ગમે તેવો કુટિલ માનવી પણ એમની સૌમ્યતાથી પરાજિત થતો.
એમણે અનેક મહાનગરોમાં ચાતુર્માસ કર્યા. વિજાપુર, પેથાપુર, સાણંદ, મુંબઈ, પૂના, કલકત્તા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, સાદડી, રાણી, પાલી, પાલીતાણા જેવાં નગરોમ ચાતુર્માસ કયાં. જયારે લોદરા, અડપોદરા જેવાં નાનાં ગામોનાં ચાતુર્માસ એમના સાધનાજીવનમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. વિહાર દરમિયાન ઘણા સાધુ-સંતોનો પરિચય થયો. એમની સીધી, સરળ જ્ઞાનપૂર્ણ અને સંસારીજનોને કલ્યાણમાર્ગે દોરતી અમીઝરતી વાણીમાં પરમાત્માના અચિંત્ય મહાપ્રભાવે એવી શકિત પ્રગટી હતી કે કુટિલખલ-કામી માનવીના જીવનનું પરિવર્તન થઈ જતું. એમપો અનેક જિનાલયો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો અને જ્ઞાનશાળાઓના નિર્માણની પ્રેરણા આપી હતી.
એમના શિષ્યસમુદાયમાં ગુરુ તરીકે ભારે ચાહના મેળવી. પોતાના પ્રત્યેક શિષ્યનો ઉધ્ધાર કેમ થાય એ જ એમનું લક્ષ હતું. વળી મારી પાસે જ દીક્ષા લે એવો આગ્રહ કદી સેવતા નહિ. જેમણે કરગરીને દીક્ષાઓ માગી એમને જ દીક્ષા આપી છે. વિ. સં. ૧૯૯૬માં પૂ. સૂર્યસાગરજી એમના પ્રથમ શિષ્ય બન્યા. આ. પૂ. સૂર્યસાગરજી મહારાજે ૭૦ ઓળી, ૬ માસખમણ અને નવકાર મંત્રના જાપથી ૬૮ ઉપવાસ કર્યા હતા. એ પછી વિ. સં. ૨૦૦૧માં પૂ. શ્રી ભદ્રસાગરજી, વિ. સં. ૨૦૦૨માં પૂ. શ્રી ઈન્દ્રસાગરજી, વિ. સં. ૨૦૦૫માં પૂ. શ્રી કલ્યાણસાગરજી, વિ. સં. ૨૦૦૬માં પૂ. શ્રી કંચનસાગરજી, વિ. સં. ૨૦૨૩માં પૂ. શ્રી જ્ઞાનસાગરજી, વિ. સં. ૨૦૨૮માં પૂ. શ્રી નીતિસાગરજી અને વિ. સં. ૨૦૩૫માં પૂ. શ્રી સંયમસાગરજી એટલા શિષ્યો થયા. પંન્યાસ શ્રી સૂર્યસાગરજી અને પ્રવર્તકશ્રી ઇન્દ્રસાગરજી આચાર્યશ્રીની હયાતીમાં કાળધર્મ પામ્યા. પૂ. શ્રી ભદ્રસાગરજી તથા પૂ. શ્રી કલ્યાણસાગરજીને આચાર્યપદથી વિભૂષિત કર્યા તથા પૂ. શ્રી જ્ઞાનસાગરજીને ગણિપદ પ્રાપ્ત થયું.
આચાર્ય મહારાજે પોતાના પરિવારમાં આ. કલ્યાણસાગરસૂરિજીને, આ. પદ્મસાગરસુરિજીને અને આ. ભદ્રબાહુસાગરસૂરિજીને આચાર્યપદ આપ્યું. આ ત્રણેયને ભિન્ન ભિન્ન કાર્યક્ષેત્ર આપ્યાં. આચાર્ય કલ્યાણસાગરસૂરીશ્વરજી
૧૪૬
For Private And Personal Use Only