________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવનની એક કટોકટીભરી ક્ષણે કાશીરામનો આત્મા ભારે ગડમથલ અનુભવતો હતો. જીવનમાં અનેક ક્ષણો આવતી હોય છે, પરંતુ એને ઘડનારી કે એનું પરિવર્તન કરનારી વિરલ ક્ષણ જ હોય છે. એવી ક્ષણે માનવીનું આત્મકુંદન વિચારોની ભઠ્ઠીમાં તવાય છે અને એમાંથી જે બહાર નીકળે છે તે સાચું સોનું હોય છે. વાંચન, ચિંતન અને મનનને પરિણામે યુવાન કાશીરામના ચિત્તમાં તીવ્ર સંઘર્ષ ચાલતો હતો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યુવાન કાશીરામ એકબાજુથી પોતાની આસપાસના સંસારનો વિચાર કરે છે,તો બીજીબાજુ એનું જીવનધ્યેય આ યુવાનને પોકારી-પડકારીને આહ્વાન
આપે છે.
કાશીરામની નજર એમના પત્ની શાંતાદેવીના સુકોમળ મુખ પર પડે છે. ધર્મપરાયણ પિતા રામકિશનદાસજીના સંસ્કાર યાદ આવે છે. વળી હમણાં જ વ્યવસાયની જવાબદારી સ્વીકારી છે. એકાએક એનું મન પોકારી ઊઠે છે કે તારે આ ગૃહસ્થી નિભાવવાની જ છે. ખબરદાર ! સંસારના આ બરાની બહાર પગ મૂક્યો તો!
પણ ત્યાં જ અંદરનો આતમરામ જાગી ઊઠે છે. એ કહે છે કે શું તારે ભોગવિલાસનું ભૌતિક જીવન ગાળવું છે? આખુંય જીવન ક્ષણિક આનંદ અને વ્યવહારિક ગોઠવણોમાં જ વ્યતીત કરી દેવું છે? બાળપણથી જ આવા આનંદ-ઉલ્લાસમાં કોઇ દિલચશ્પી નહોતી, સંસાર-વ્યવહારમાં કોઇ રસ નહોતો. સાધુ-સંતોના સત્સંગમાં જે મેળવ્યું તે સઘળું એળે જશે? વર્ષોનાં વર્ષો સ્વાધ્યાય કર્યો એનું ફળ શું?
ફળની વાત આવતાં જ એને ભગવાન મહાવીરનું ચેતવણીસૂચક દષ્ટાંત યાદ આવે છે. ભગવાન મહાવીરે રાજગૃહના ચોમાસામાં એક અેષ્ટાંત આપ્યું હતું. એમણે કહ્યું---
“કેટલાક લોકો અતિથિ માટે ઘેટાને પાળે છે, એને ખૂબ લાડ લડાવે છે, સારો ઘાસ-ચારો ખવરાવે છે. એને ચોળા ને જવ ખવરાવી હૃષ્ટપુષ્ટ બનાવે છે. ઘેટો ખાય છે ને મોજ કરે છે. એ ઘેટો મોટી કાયાવાળો અને મોટા પેટવાળો થાય છે. ઘેટો માને છે કે મારા જીવનમાં આનંદ છે, મોજ છે,મસ્ત થઇને ખાવા-પીવાનું છે. જુઓને, બીજા ઘેટાં કેવાં રખડે છે! કેવાં ભૂખે મરે છે! “એવામાં એક દિવસ ઘરધણી મહેમાનને જમાડવા રાતા-માતા ઘેટાને પકડીને બાંધે છે અને એનો વધ કરે છે. એના નાના ટુકડા કરી એની સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. ઘેટાને મરતી વખતે અતિથિ આવ્યાનો શોક થાય છે!
‘પણ જરા ઊંડા ઊતરીને વિચાર કરો કે ઘડપણરૂપી અતિથિ કોને નથી આવતો? તો વળી મૃત્યુરૂપી છરી કોને હલાલ નથી કરતી? એ અતિથિ અને છરી આવ્યા પહેલાં જ ચેતે તે જ ખગે ચેત્યો કહેવાય.'
૧૪
For Private And Personal Use Only