________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. આચાર્યશ્રી શિહોરમાં હતા ત્યારે પૂ. જ્ઞાનસાગરજીએ એમની પાસે દીક્ષા લીધી. આત્મલીન આચાર્યશ્રીના પૂર્વજીવન વિશે ભાગ્યે જ કોઈની પાસે માહિતી મળતી. પૂ.જ્ઞાનસાગરજી આચાર્યશ્રીને રોજ રાત્રે એમના જીવન વિશે પૂછે. પૂ. આચાર્ય કૈલાસસાગરસૂરિજી એમના જીવનની ઘટનાઓ કહે. વહેલી સવારે ઊઠીને જ્ઞાનસાગરજી આ વિગતો ટપકાવી લે. થોડા દિવસ આમ ચાલ્યું, પણ એક વાર પૂ. આચાર્યશ્રીને ખબર પડી ગઈ કે તેઓ જે વાત પૂ. જ્ઞાનસાગરને કહે છે એ પૂ. જ્ઞાનસાગર એમની નોટબુકમાં નોધી લે છે. પોતાના જીવનની કોઈ આવી નોંધ કરે તે પણ આ નિ:સ્પૃહી મહાત્માને પસંદ નહોતું. આથી એ દિવસ પછી રાત્રે પૂજય જ્ઞાનસાગરજી એમને કંઈ પૂછે તો આચાર્યશ્રી કશું કહે નહિ. પૂ. જ્ઞાનસાગરજી વાત કઢાવવા ઘણી કોશિશ કરે પણ આચાર્યશ્રી કાં તો મૌન ધારણ કરતા અથવા તો વાતને બીજે પાટે વાળી દેતા. કોઈ પણ વર્તમાનપત્ર, સામયિક કે પત્રિકામાં તેઓ પોતાનું નામ આપવાની ના કહેતા. કોઈ સાધુ કે શ્રાવક એમની પાસે લેખ માગવા આવે તો તેઓ એટલો જવાબ આપતા, “હું જે વ્યાખ્યાન આપું છું તે જ લેખ છે. બીજો લેખ લખવાનું શા માટે ?” એક વાર જાણીતા વિદ્વાન શ્રી હીરાલાલજી દુગ્ગડ “મધ્ય એશિયા ઔર પંજાબમે જૈન ધર્મ”નામનું વિગતપ્રચુર પુસ્તક તૈયાર કરતા હતા. પૂ. આ. કૈલાસસાગરસૂરિજી મહારાજ પંજાબના હોવાથી એમની પાસેથી એમના જીવનની વિગતો લેવા આવ્યા. ઘણું પૂછવા છતાં પૂ. આ. કૈલાસસાગરસૂરિજીએ એમાં લખવાનું શું ‘એમ કહીને કશી વિગત આપી નહિ. આખરે હીરાલાલજી દુગ્ગડને બીજા સાધુઓ પાસેથી એ વિગતો જાણીને લખવી પડી. એક વાર પાલીમાં પૂજય વિમલસાગરજી અને બીજા ઘણા સાધુઓએ કહ્યું કે અમારી ઇચ્છા આપની જીવનકથા લખવાની છે. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે, “મારી તો એવી કોઈ શાસનપ્રભાવના નથી. એને બદલે તમારા ગુરુ મહારાજની (પૂજય પદ્મસાગરજીની) જીવનકથા લખો”. આમ કીર્તિ અને કામના બનેથી તેઓ પર થઈ ગયા હતા. ભગવાન મહાવીરના પંથે વિચરનાર કશાય મમત્વ વિનાનો હોય. પૂ. આચાર્યશ્રીમાં આવો જ ભાવ જોવા મળ્યો હતો. પોતાનો ગમે તેટલો અનુરાગી શ્રાવક હોય, પણ તેઓ કોઈ દિવસ એના વિશે એમ ન કહે કે, આ મારો ભકત છે અથવા તો “આ મારો રાગી છે : સાધુને મારું શું હોય? જયાં એ ખુદ પોતાનો રહ્યો નથી અને પરમાત્માનો સેવક બની ગયો છે, ત્યાં મારું શું?
૮૩
For Private And Personal Use Only