________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેકાન્તમાં માનનારો જૈનધર્મ આટલો ભેદ પણ ન મીટાવી શકે ? આથી વિ.સં. ૨૦૪૧ના કારતક મહિનામાં દેવકીનંદનમાં પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી અને આચાર્યશ્રી ભદ્રકરસૂરિજી મહારાજ મળ્યા. એક પક્ષમાં પૂ.આ. કૈલાસસાગરસૂરિજી હતા અને બીજા પક્ષમાં માનનારાઓમાં પૂ. આ. શ્રીભકરસૂરિજી હતા. એમણે વિચાર્યું કે આપણે એક નિર્ણય કરી જાહેરમાં મૂકીએ. બંને વચ્ચે સંઘપ્રીતિ અને સ્નેહભાવ પુષ્કળ હતો. બંનેએ નકકી કરીને એક મુસદ્દો તૈયાર કર્યો. પણ પછી લાગણી અને પ્રેમની એક સ્પર્ધા થઈ. પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીને પહેલી સહી કરવાનું પૂ આ શ્રી ભદ્રકરસૂરિજીએ કહ્યું, જયારે પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજીએ કહ્યું કે, “આપ આચાર્ય છો. આપની પદવી મોટી છે. આપ પહેલી સહી કરો.” "
પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજીએ કહ્યું કે આપ તો મારા વડીલ છો. મારા વિદ્યાગુરુ છો. પહેલાં આપની સહી જોઈએ.
આમ પહેલી સહી કોની હોય એ અંગે મીઠો વિવાદ થયો. ત્યારબાદ વિહાર કરવાનું બન્યું અને એ પછી બને જુદા પડયા બાદ મળવાનું બન્યું નહિ. થોડા જ દિવસમાં પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી કાળધર્મ પામ્યા. એક ઉત્તમ ભાવના અધૂરી જ આટોપાઈ ગઈ !
સંઘની એક તા માટે પૂ. આ. શ્રી કૈલાસાગરસૂરિજી મહારાજમાં ભારે હિંમત હતી અને એને માટે ગમે તે ભોગ આપવા તેઓ તૈયાર હતા. પૂ. આચાર્યશ્રી ભદ્રકરસૂરિજીએ કહ્યું કે એમને વિશ્વાસ હતો કે આપણે બંને જો નકકી કરીશું તો આખો સંઘ જરૂર માનશે.
આ ઘટનાનું વર્ણન કર્યા પછી વ્યથિત હૃદયે પૂ. આચાર્યશ્રી ભદ્રકરસૂરિજીએ કહ્યું કે, “આવા ઉદાર વિચાર ધરાવનારા આત્માના દર્શન થવા દુર્લભ છે.”
૧૪૮
For Private And Personal Use Only