Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ ॐ नमः श्री सिद्धि बुद्धि सहिताय गणपतये, અથ શ્રી વિક્રમાંકદેવચરિત મહા કાવ્યનું ગુજરાતી ગદ્ય ભાષાંતર સર્ગ 1 લે. . તે વિષ્ણુની તરવાર (નંદક નામની) ભુજની કાંતિને દંડ હોય શું એવી ઉંચી ચઢતી તે તમારી રક્ષા કરે, કે જે (અંદર પડતી) પાંચજન્ય (વિષ્ણુના) શંખની પ્રતિબિંબની રચના વડે ધારાજળનું ફી હોય એવી શોભા પ્રકટ કરે છે. લક્ષ્મીજીના નિવાસ સ્થાનરૂપ ક્ષીરસાગરના કમળમાં જે ભ્રમરની કાંતિ ધરે છે અને જેના દેહની કાંતિ નીલેલ્પલ કમળના જેવી છે એવા ભગવાન મુકુંદ તમારી સમૃદ્ધિને માટે થાઓ. જગત નું ઉત્પત્તિસ્થાન એવા વિષ્ણુની એ વક્ષસ્થળી (ત્રણે) જગની રક્ષા કરો કે જે (વક્ષસ્થળી) લક્ષ્મીજીના અંગની રતાશવડે સંભાગ્યરૂપી સુવર્ણની કસોટીની પાટલી સરખી જણાય છે. 3. તે (પાર્વતીજી) પ્રિય (મહાદેવજી) ના અર્ધ દેહમાં સ્થિતિ કરનારાં * છે તેનું ઉચ્ચતર એક સ્તન તે બીજા સ્તનને જાણે વાત પુછવા તેના મુખાઝ તરફ જોતું હોય એવાં પાર્વતીજી તે તમારી રક્ષા કરો. 4. ઉલ્લાસે સહિત લક્ષ્મીનું પ્રતિબિંબ જેમાં પડ્યું છે એવો નંદક (વિ. પષ્ણુનું ખડ્ય) તેમાં ઘાડે આનંદ આપો કે જે વિષ્ણુને યમુનાના પ્રવાહમાં લીલા કરતાં રાધાનું સ્મરણ નિત્ય કરાવે છે. - પડખામાં રહેલાં પાર્વતીજીના કોપથી પ્રગટ રીતે મુંઝાણું એવા શિવજીના હે માત તમને નમસ્કાર છે એવા સંધ્યાને કરાતા નમસ્કાર જય પામો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust