Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ એ કુમાર જે ધાવ્યની દીકરીને મહા મરકાવીને અહંકાર દે છે તે રાજાના કાનમાં ઉપરા ઉપર જતા અમૃતના ઘુંટડા થઈ પડ્યા. 7. - તે આંગળી ઝાલીને જે ઉભે થાય છે અને કાંઈ અસ્પષ્ટ (શબ્દ) જે બોલે છે તે પણ રાજાની આંખને અને કાનને વારંવાર વશીકરણ કરનારું થયું. ક્રમે કરીને જેને ચાલકર્મ કર્યું છે એવો તે નંદન તે ચાલુક્ય રાજાએમાં શ્રેષ્ઠ એવા એ રાજાને વિનોદની લીલા (રૂપી વેલ) નાં ઘણાં પુલના નંદનપણને પામ્યો. તે એ (કુમાર) ધૂળ્યમાં રમવાથી મેલા થયેલા શરીરવાળે રાજાના ખોળામાં બેશીને પિતાના શરીરમાંથી ખરેલી રજ વડે તેણે રાજાના મનને કામણના ચૂર્ણની ગરજ સારી. 10, રાજાઓ પ્રણામ (કરવી) હાથે જોડે છે તે તરફ બે પરવાની પેઠે કાંઈક અધે વાંચેલી આંખે જેનારે એ રાજા તે (કુમાર) ના એક હસ્ત કમળના પ્રણામ (સલામ) માં પિતાને કૃતાર્થ માને છે. * 11. કુંતળ રાજા ક્ષણ ક્ષણ તે (કુમાર) ના મુખનું ચુંબન કરે છે (તેથી) તેનું મન તે (કુમાર) ના હોઠ જેમ સ્વાભાવિક રંગ (રાસ) થી કરી પરિપૂર્ણ છે તેમ રાજાનું મન પણ રંગ (પ્રેમ) થી સંપૂર્ણ થઈ ગયું. 12. આ તે રાજપુત્રે ગળામાં સિંહનો નખ પહેર્યો છે તે જાણે મુખરૂપી ચંદ્રમાં ફરવાની અભિલાષા કરનારા હરિણને બ્લીવરાવવા સારૂ રાખ્યો હોય એ શેભે છે. 13. તે ક્રીડા કરતે, નાયકાના ઝાંઝરના નાદથી આવેલા રાજહંસોને ભગાડી મૂકે છે તે (પતે) એકલેજ પૃથ્વીને પાલન કર્તા થવાનો હોઈને રાજહં. સેને સહન કરી શકતું નથી એ કહી બતાવે છે. 14. તે ક્રીડામાં તત્પર રહેલો લેટાના પાંજરામાં રહેલાં સિંહનાં બચ્ચાંને 1. મૂળમાં ફુવાર છે તેને અર્થ જેસમાં હું કેવું એવું છે પણ આ વરને અપભ્રષ્ટ હોંકારો દે એ અર્થ ઈષ્ટ લાગે છે.' 2. કુમાર અને દેવતાઓને બગીચે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust