Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ હીમના રસના ખ્યાલમાં પણ ન આવે અને શ્રીખંડની વાવ્યના જળને પણ અસાધ્ય એ ઈરાનીક તેલને ઉત્કૃષ્ટ અગ્નિ કામદેવે (પિતાના) બાણમાં એ (રાજા) ને માટે યોજયો (?) * 20. થાકી ગએલા ઉપર, નિદ્રાના આળસથી ભરેલી આંખવાળા ઉપર, અને એકલા રહેલા ઉપર, કામદેવ બાણ છોડે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી પરંતુ એ એકવીર (માત્ર) ક્ષત્ર વ્રતની ક્ષતિ (થાય છે તે) ની ગણના કરે છે. (કેમકે ક્ષત્રીઓ એવા ઉપર બાણ ફેકે નહિ). : 21. સુભગા (સ્ત્રીઓ) માં એ એક (કુમારી) પતાકા (જયધ્વજ)ને પામી કે જેણે કુંતલદેશના કામદેવને હરિ લીધે પણ (ખરો) પ્રતાપી (તો) કામદેવ કે જે તેને પણ તાપ પમાડન રે (પીડનારો) થયો. 22. આ અંગમાં જાણે વળગી હોય, આગળ જાણે આળખી હોય, ચક્રના ભ્રમવડે જાણે ચારે કોર ભમતી હોય એવી એ કમળમુખી (કુમારી)ને (રાજા) રાતમાં ક્ષણમાત્ર નિદ્રા પામે છે (તેટલામાં પણ) તેનેજ દેખે છે. 23. ચંદ્રના અજવાળીયામાંથી, ચંદનના પંકવાળી વાવ્યમાં અને ત્યાંથી તે (ચંદ્રના અજવાળીયાં) માં અને ત્યાંથી વળી તે વાવ્યમાં ગઈ એમ તે સ્મરતાપિતની, આવવું અને જવું એમ થતાં થતાંજ (ઘણી) રાત્રિ ચાલી ગઈ. * એ પછી કાનમાં અમૃત (રેડવા સારૂ) સ્ફટિકની પરનાળી (જેવી), અને કામદેવ રૂપી બપૈયાને દેવતાઈ પાણીની ધારા (જેવી), એવી (એ) હરિણાક્ષીની વાર્તા લઈને રાજાને ચાર આવ્યો. દાંતની કિરણની રચનાવડે જાણે મુખમાં રહેલા વાર્તાના રસની ધારા ઝરતી હોય શું એમ હર્ષથી જેના મુખની કાંતિ ફેલાઈ રહી છે એવો (એ ચાર) કુંડળ રાજા પ્રત્યે બોલ્યો. ચંદ્રથી થયા વગરની નેત્રરૂપી ચકોરની આજીવિકા પુષ્પથી ઘડડ્યા વગરનું કામદેવનું શસ્ત્ર (એવી) ત્રણ લેકને રંજન કરવા સારૂ જાણે 27. રાગની વિદ્યા હોય એવી વિદ્યાધર રાજકન્યા છે. * અગ્નિનું વિશેષણ છે. 24. 25. 25. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust