Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 207
________________ 177 રાવણે ચુથી નાખેલા ખોળામાંથી વીંખાઈ ગએલી શિલાઓની પ્રાપ્તિ સારું હું જાણું છું કે ફાટિકને પર્વત ઉત્સુક છે તથાપિ શિવજીના વૃક્ષની ખરીવડે ખાડા પડેલા છે તેનાં ચિહને ન જેતે થકે જેના ઘરના સ્ફટિકના આંગણામાં કલહ મુકી દઈને રહ્યા છે. - * 14. કુબેરની પુરી યક્ષે ગ્રસ્ત છે; લંક કલંક વગરની નથી; અમરાવતી મેરૂની પીઠ ઉપર રહેલી છે તેથી ભયવાળી જેવી છે; એમ કાઈ સમાનતામાં ન મળ્યું ત્યારે નક્કી (જેપુર) ઘણું ગર્વ સહિત પ્રદ્યુમ્ર પર્વત સરખા પાસેથી (મેળવેલું) મસ્તક ધારણ કરે છે. 15. જે (કાશ્મીર) નાથી સ્વભાવથી જ સારું એવું કાવ્ય અને કેસર નીકળ્યું છે, અને ઉત્તમ કાંતિ માટે જગતને પ્રિય અને દુર્લભ છે; જગતના સારરૂપ જેની અંદરના ભાગમાં રહે છે તેથી કાશ્મીર દેશ શેષનાગની રક્ષાનું પાત્ર થયો છે, 16. જે સ્ત્રીઓનું લીલા થકી વળગી રહેતાં, સરસ અને સ્નેહ ભરેલા ભ્રમરના વિલાસવાળું જે જેવું છે (તેવું જોવું) કામદેવની સ્ત્રી કદિ સો યુગે શીખી શકે ? એવી હર્ષથી વધેલી અને ધમધમતા કંદોરાવાળી કેટલીક સ્ત્રીઓ જેપુરના માર્ગમાં નથી ફરતી ? 17, જે (પુરમાં) બગીચા, પુણ્યને યોગે દેવતાના બગીચામાં પણ તિલકપણુને પામેલા છે તેથી જેનાં બધાં આશ્ચર્યના સાર ભુલાય નહિ એવા છે; અને તેમાં ચંદનના જળવડે નહવરાવેલી મુરલીઓનાં લમણે જેવા પીંગળી દ્રાક્ષના તક્તાના લુમખારૂપ થએલા વેલાવાળા મંડપ છે. 18. જેના મધ્યમાં પરસ્પર ગુંથાઈ ગએલી લેહેરો રૂપી ભુજાના બંધનને બંધુ અને કલિયુગના ભયને નાશ કરનારે એવો પુણ્ય નદીઓને સંગમ છે અને જેના ખોળામાં બળદેવજીએ કરેલા અગ્રહરે (બ્રાહ્મણને આપેલાં ગામ) જય પામે છે જે અગ્રહાર કલિને ભય નાશ કરીને ધર્મને માટે પર્વતના કિલ્લારૂપ થયાં છે. 1, મુરલ દેશની સ્ત્રીઓ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221