Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 175 સર્ગ 18 મે. કાશ્મીરમાં પુરોમાં શ્રેષ્ઠ એવું પ્રવરપુર એ નામે (પુર) છે. જે ગેરીને પરણવામાં શિવજીની સાક્ષીપણુને પામ્યું છે. જ્યાંના સ્વભાવે વાંકા - એવા વિતસ્તા (નદી) ના તરંગે પિતાની ઈચ્છા પ્રમાણે દેડતા કળિયુગરૂપી હાથીને માવત માટે અંકુશપણું પામે છે. બગીચામાંથી સકળ જગતને આશ્ચર્ય પમાડે એવી મીઠાશમાં મુખ્ય એવો દ્રાક્ષાનો રસ કર (કિરણ અને હાથે) વડે પીધાથી સંતાપની શાંતિ જેને થઈ છે એવો ચંદ્રમા જેઠમાં અને અષાડમાં જ્યાં રત્નની પંક્તિનાં કિરણની કળિથી કમળ એવી કરેણની માળા ધારણ કરે છે. 2. રાવણ, શિવજીના પર્વતને હાથના તળીયારૂપી ત્રાજવામાં તોળીને હાસ્યનાં કિરણને દસ દિશામાં ગર્વથી ફેલાવતે થકે, જ્યાંથી ઉંચા તેજ વાળા બ્રાહ્મણોના નિવાસથી, શાપથી હીને ઉતાવળો પુષ્પક વિમાનવડે દૂરથી ચાલ્યા ગયા. 3, જ્યાં. ઉંચા મણિના ગૃહના ગેખમાં વ્યાખ્યાનું વ્યાખ્યાન કરવાને પ્રવૃત્ત થએલા જગતમાં દુર્લભ એવા વિદ્વાનોના સમૂહ ઉપર વિપુલ પુલકગમ (રૂવાંડા ઉભાં) થએલા દેવતાઓ શું પુપો નથી વરસતા? અને જે ત્યાં બૃહસ્પતિની શરમની દીક્ષાની શંકા નથી કરતા? 4. સ્ફટિકના જેવા શુદ્ધ યશવડે ધોનારી જે (નગરી) ની સ્થિતિને લીધે હેમાચળ પણ નક્કી ઉંચા શિખર ધારણ કરે છે. અને જેની ગંગાની સ્પર્ધાથી ઉંચી બનેલી મધુમતીના રેતીવાળા કાંઠાની હેટી હંસણી જેવી એવી શારદા પોતે વિદ્યાની રક્ષા કરવાના અધિકારવાળી થઈ. 5. સારસ્વત કુળમાં ઉત્પન્ન થએલા અને કૌતુકના ભંડારરૂપી એ (રાજાનું) કેટલું કહીયે. તેના અનેક અદ્ભુત ગુણની કથાથી વ્યાપ્ત થએલા કાનને અમૃતરૂપ છે. જ્યાં વધુ શું કહેવું; ઘેરઘેર સ્ત્રીઓને સંસ્કૃત અને પ્રાકૃત વચન જન્મભાષાની પેઠે વિલાસ પામે છે. () માનું છું કે મંથાચળવડે દળાએલા ક્ષીર સમુદ્રમાંથી નીકળેલી અમૃતની લહેર સારા કવિઓનાં વચનોને ભરી દઇને સ્ત્રીઓના પ્રેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust