Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 188 જે હોટેરો ભાઈ વિદ્વત્તાની ટોચને પહોંચ્યો અને જે સેંકડો રાજાઓની શ્રદ્ધાની લીલાનું છોગું હતું, જેના કાવ્યરૂપી અમૃતના રસને સમૂહ ચાખવાને સમર્થ એવાઓએ જેના મુખમાં સારા કવિઓની મા (સરસ્વતી ) તે ( રસ ચખાડવા માટે) જાણે પરબ પાનારી હોય એમ (રહેલી) દીઠી. શેભાના પાત્રરૂપ જેને નાનેરે ભાઈ આનંદ ઉત્પન્ન થયા. જે સ્પધના બંધનથી ઉદ્ધત થએલા કવિઓના મદ કાપવામાં લીલાને કુવાડે હતો. હિમાચળના પથ્થરમાં કઠણુઈના ગ થકી દુર્દશા પામીને શારદા જેની જીભરૂપી કુણું પાંદડાની સખી થઈ એમ હું જાણું છું. 85. કાશ્મીરમાંથી સઘળું નિર્મળ એવું શાસ્ત્રનું તત્વ ગ્રહણ કરીને તેણે | ( બિહૂણે) હિમાચળને ગુણ પણ નિશ્ચિત સ્વીકાર્યો. નહીંતર દેશદેશમાં વાદીઓનાં મુખ ક્રોધાયમાન થઈને હીમના પડળથી બળી ગએલાં કમળ સરખાં કેમ કરત? 86. હીચકામાં હીચકતી એવી ઘાડા જઘનવાળી રાધાએ જ્યાં કૃષ્ણના ક્રીડા કરવાના આંગણામાંનાં વૃક્ષ ભાગી નાખ્યાં છે જે હજી સુધી શ્વાસ લઈ શકતાં નથી તે વૃંદાવનના વિભાગમાં વાદની ક્રીડામાં હરવ્યા છે મથુરાના વિદ્વાનોના સમૂહ જેણે એવામાં તેણે કેટલાક દિવસ કહાળ્યા. 87. - સામાન્ય નહીં એવા, સાંભળેલા ગુણની કથાવડે કરીને જેણે વાદીએને તાવ હડાવ્યો છે એવા શિષ્યોના સમૂહો, દિશાએ દિશામાં જેના યશ હઠાત્કારથી ફેલવતા હતા. કેવળ દિગ્ગજોને મદનું જળ ચાખવાથી મદેન્મત્ત થએલા ભ્રમરોની પંક્તિઓએ ગાયેલા ગીતના શબ્દને કલબલાટ એ (તેમાં) વિનરૂપ હતો. 88. એવું ગામ નથી, એવો દેશ નથી, એવી રાજધાની નથી કે તેવું અરણ્ય નથી, તે બગીચો નથી, અને તે સરસ્વતીના નિવાસવાળી પૃથ્વી નથી, કે જ્યાં વિદ્વાન, મૂર્ખ, વૃદ્ધ, બાળક, સ્ત્રી કે પુરૂષ, રૂવાટાં ઉભા થાય એવી રીતે બધા એનું કાવ્ય નથી ભણતા ? - જેનાં પગથીયાંની લીલાને પ્રાપ્ત થએલાં એવાં મણિમય ગૃહવડે આશ્ચશના ઘરેણારૂપ લક્ષ્મીને દેવતાઓની આગળથી લીલાવડે ઉતારેલી છે. લઈ શકતાં નથી તેમનાં ક્ષે ભાગી ના અવાળા રાધાએ ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak