Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 209
________________ છે જ્યાં અનંતરાજાની સ્ત્રીના શિવાલયની પાસે તેની ઉંચાઈથી ત્રણ-, લોકનાં મનરંજન કરનારૂ ગંજધામ છે; જ્યાં કબુતરનું બોલવું અવિચ્છિન્ન સાંભળી સાંભળીને પુરના લેકની કન્યાઓ- હળવે હળવે કંઠના શબ્દમાં હુશીયાર થાય છે. * : - 26. - જે ક્ષેત્રમાં સ્થિતિ રાખે છે, જે વલ્કલ ધારણ કરે છે તેથી જાણું છું કે તેને તે તપનું એ મહાય કાંઈક જયશીલ છે. જે કેસર છે તે ત્યાંની પ્રથમ વયની સુવર્ણવણ સ્ત્રીઓનાં અંગેનું પ્રિયપણું પામે છે. 27. - જ્યાં પ્રવરેશ્વર મહાદેવનું મંદિર અદ્ભુત જેવું છે તે સ્વર્ગે પહેચાડવામાં કેની આશા પૂર્ણ કરતું નથી. જે સદેહે પ્રવર, રાજા સ્વર્ગે ગયા તે સંબંધી સ્વર્ગદ્વાર સરખું ઉપર છિદ્ર હજી સુધી ધારણ કરે છે. 28. તે જ્યાં નાટકોમાં સ્ત્રીઓનાં લટકાં મટકાની કળામાં કુશળતા, સ્નેહવાળું કરવાને માટે કાયમ દેવાય છે, અંગના હાર જેમાં એવી રીતની જોઈને, રંભા તે થાંભલેજ બની જાય છે, ચિત્રલેખા તે રેખાજ પામતી નથી અને નકકી નાટક કરવામાં ઉર્વશી ઘણીવાર સુધી ગર્વશીલ થતી નથી. 29. . જેમાં રાજાના ઘરની હારોની ઉંચાઈ શું વર્ણવીયે? તેની નખરાંદાર ચતુર સ્ત્રીઓએ શણગારેલી ભોંયમાં ક્રીડાના જરોખામાં બેઠેલા કામદેવનાં, સ્વર્ગની સ્ત્રીઓનાં મન નિશાન થાય છે એમ હું જાણું છું. 30. જ્યાં સ્ત્રીઓનાં સ્નિગ્ધ એવી કેસરના લેપથી ઉંનાં થએલાં સ્તનની શભા, અને તે કસ્તુરીને સુગંધ છેડતી રાંકના વાળની ગોદડી, અને શિશિર ઋતુમાં વિતસ્તાના જળમાં વહાણ ઉપર બાંધેલા હાવાના ઓરડા એ બધાં સ્વર્ગનું સામટું સુખ આપે છે. 31. - મહે ઉપર નાખેલા હીમના કટકાવડે દાંતવાળા દેખાતા પાણીના ઘડા, કાશ્મીરની સ્ત્રીઓની રસદાર કેળના જેવી કોમળ શરીરની રેખા, એ ભયાનક ગ્રીષ્મ ઋતુના ખેદની શાંતિ સારૂ. સર્વને સાધારણ છે અને જેમાં હિમાચળની શિલાના જેવાં શીતળ સ્થળ પણ આવે છે. 32. 1. ઝાડની છાલ. 2. એક જાતનાં હરણ. P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221