Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 181 વચમાં અનુપમ ઉંચા કિલ્લા જેવો મઠ કરીને બેઠેલી છે પરિખાની રેખા (જેની સાથે), એવા વિતસ્તાના જળના સમૂહવડે વિજયક્ષેત્રના ભટોએ કરેલા અગ્રહાર આકાશમાં મસ્તકેવડે લાગ્યા છે એવા કલિયુગના ભયને કાપવા સારૂ જેણે ધર્મના કિલ્લાપણાને પમાડ્યા છે. 39. એ બહેળા યશવાળાની રાણી જાણે ચંદ્રથી ઉત્પન્ન થએલી ચંદ્રિકા હેય એવી તે જગતમાં સુભટા એવી ખ્યાતિને પામેલી તે (તેની) સ્ત્રી થઈ. જેની સ્થિતિને હું ઉપમા આપી ન શકાય એવી માનું છું કેમકે તે વિષ્ણુના હૃદયના સ્થળરૂપી મેઘના ખોળામાં બેઠેલી વીજળીરૂપી લક્ષ્મી પણ તેની સરખી થવામાં મંદ (પડી ગએલી) છે. 40. તે જે દયા, ક્ષમા અને ડહાપણની સીમા છે તેના દાનના વ્રતના વિલાસમાં કોણ માપ કરી શકવાને સમર્થ થાય છે? જેના ધણીની સૈકડે રાજાઓના મસ્તકનાં મણિ જેની શરાણ છે એવી તરવારે પૃથ્વીમાં આવેલી લક્ષ્મીને તેના પગની દાસી કરેલી છે. 41, - કાયસ્થાએ કપટની લીપીવડે નથી ( લૂટી) કે સારું સારું બોલવામાં ડાહ્યા ધૂર્તિએ નથી ( લૂટી) તેમ પ્રત્યક્ષ વખાણ કરવામાં હુશીયાર લેકેએ કે ગાનારાઓએ નથી (લૂટી) પણ દેવ મંદિરો, બ્રાહ્મણો, અને ગુરૂના ઘરમાં જે લક્ષ્મી ભરાણી છે તે પિતાના ચપળતા દોષની શુદ્ધિ સારૂ જણે આવી હોય એમ (પિતાથી) આવી છે. - 42. જેના ગુણને વશ કાશમીરના રાજા થયા ત્યારે કયી અંતઃપુરની સ્ત્રીઓએ ચિંતાના શ્રમને પરિચય નથી કર્યો. સ્વરછ કીર્તિ આકાશના ચંદ્રમાં લેવા માંડી અને કરડી લક્ષ્મીએ ટપકતી ધારાના જળવાળી તરવારને કરી. - 43. કીર્તિ અને કાંતિવડે જેણે જગતની શોભાને નવરાવી છે એવી એ (રાણી) એ પોતાના નામથી ચિનિત કરેલો અધિષ્ઠાનના મધ્યમાં શેભાથી શ્રેષ્ઠ એવો મઠ કરાવ્યો. વિદ્યાના રસીલા મનવાળા એવા ગુરૂએનું સ્થાન છે તેમાં જેણે લક્ષ્મીને નૃત્ય કરાવી છે એવી ક્યી (વિદ્યા) આંખને અમૃતની વાટ રૂપ નથી થઈ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust