Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 58. ન ખમી શકયો પરંતુ તે એક વીર એવો તે તાડકા મારનાર રામચંદ્રને (યાદ કરી) લજજા પામ્યો. - પ૭. કાળની જીભ સરખા જેના ખડગના સ્મરણ વશથી ત્રાસને લીધે પ્રકાશિત રીતે ત્રુટી ગઈ છે મદનના ઉન્માદની મુદ્રા જેની એવા રાજાઓએ વર્ષાઋતુના મેઘના પડળમાં સ્ત્રીઓના વાળમાં અને ઝીણું ખડ વડે કાળી બનેલી પૃથ્વીની રેખાઓમાં હર્ષ મુ.. હર્ષદેવની મા એવી દેવી (રાણી)ના કુચ તટ ઉપર સેવા થકી નમેલા કુંવરે ભેટ આપેલા એકાવળી હારને જોઈને રાજી, થએલા જેણે આખા. જગતને આશ્ચર્ય કરે એવો તેને ઉપકાર કરવાને માટે રામચંદ્રના બાણે પાછા આવેલા પુષ્પક માટે ખેદ કર્યો. 59. (પિતાનાં) માથાં કાપવાથી બુઠા થઈ ગએલા ખગને લીધે જે ખેદ પામ્યો અને જેણે તે સજવા સારૂ પ્રથમ કલાસને લાવેલ અને પછી મુકી દીધેલ એવા રાવણને પણ જેણે છો તે રામ પણ લોકોથી ઉત્તમ એવા ગુણવાળા એવા જેની ઉપમામાં મુદ્રિત થયા છે, એમ હું માનું છું. 60. | મંથાચળે જેને દળી નાંખે છે એવા સમુદ્રને જાણે આકરો ક્રોધ હાય શું? એવી ચંદ્રભાગા નદી કે જે મોટા મોટા મોજા વડે પર્વતના મૂળને પણ ખોદી કાઢે છે, અને સેનાના સમૂહે જેનું જળ ખુટવી દીધું છે, એવી તે ચંદ્રભાગાને જે કાશ્મીરની પૃથ્વી રૂપી કુમુદીની ચંદ્રમાએ સ્થળ કરી મુકી. જે યમુનાના શેષ રહેલા તરંગની લીલા, લીલી કાંતિવાળા સૂર્યના ઘેડાની મંડળી હજી સુધી ધારણ કરે છે, તે કાલિંદીને સકળને જીતનારા જેના સેનાને સમૂહ પૃથ્વીની લીલા રૂપ હલતા એટલા સરખીને પી ગયે. 62. જે પર્વત સરખા (કે શેષ નાગ સરખા) યશો વડે પૃથ્વીને પૂરતા થકે નિઃશેષ પૃથ્વીને જીતનારે તે કુરુક્ષેત્ર આવ્યો. જ્યાં ક્ષત્રિયોના લોહીના સમૂહમાં અર્જુનના બાણના ઘાથી કાનમાંથી પડેલું દુર્યોધનનું યશ રૂપી દંત પત્ર (કાનનું એક ઘરેણું) બુડી ગયું છે. 63, 1 તેને દીકરે એમ 64 મા લેકમાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust