Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ - લાજનો ભાવ દેખાડવામાં ચતુર એવી એ સ્ત્રી લીલાવડે જરાતરા હે નાંખી દીધી છે ડોક જેમાં એવા મુખવડે આકાશમાં ફુરી રહેલા અનેક દોષથી (અનેક રાત્રિથી) ભ્રષ્ટ ચંદ્રને જાણે રદ કરતી હોય. 53. વિભ્રમની રાજધાની એવી અને અર્ધ ઉંચી રહેલી એવી એક ભ્રમેને ધારણ કરેલી છે તે જાણે બધા રાજાઓને ઠગનારા કામદેવને તરછોડી નાંખવા સારૂ હાય શું? 54. પ્રાણપતિના કંઠ સાથે પ્રીતિ કરવાને તત્પર થઈ રહેલી એવી હાથમાં રહેલી પુલની માળા તરફ પણ જાણે ઈર્ષ્યા હોય એમ અભિપ્રાય જણુંવનારા વાંકાં નેત્રવાળું મુખચંદ્ર ધારણ કરતી એવી– 5. માણકની ભીંતમાં (પડેલી) પ્રતિમાની તુલ્યતાને લીધે જાણે સૌભાગ્ય (રહેવા) સારૂ દિશાઓએ ધારણ કરી હોય ? અને કામદેવ પણ જાણે પિતાની સ્ત્રી સાથે વૈરાગ્ય ભોગવતો હોય એમ (આને) સેવી રહ્યા છે. 56. શોભી રહેલી પોતાની કાંતિવડે ઘરેણાંમાંની રત્નની માળાને મેલી કરી દઈને પ્રતિબિંબની યુક્તિવડે જાણે અંગમાં સામાન્ય રાજાઓને સંગ નિવારતી હોય ? - 57. ખભાના ભાગનીયાં હારની સરના છેડા ઉપર રહેલી ચપળ નેત્રની છટા તે જાણે ચૅલયની સ્ત્રીઓના ગર્વને ભંગ કરવાથી ઉત્પન્ન થએલી કીર્તિની ધ્વજાવડે સનાથ (ધણીયાતી) થયેલી ( હોય એવી) 58. જગતનાં મન જાણે ભેળાં આવ્યાં હોય એમ તેઓની ડહાપણના યોગ વડે પ્રતિપાલના કરતી કામદેવરૂપી મત્ત હાથીની ચતુરાઈ વડે કાંઈક રોકાઈ ( રોકાઈ) ને પગલાં મુકતી (ડગલાં ભરતી). 59. કપુરની વેલનાં પાંદડાંની બીડી (બનાવવા) માં રેકેલે છે તેથી જેને ડાબો હાથ વ્યાકુળ છે અને લમણું ઉપર ઉછળતી વાળની લટ તેની શોભાવાળી, કાંઈક હસીને વિચાર કરતી. - આનંદને લીધે આળસુ એવી રાજહંસણીની ચાલ તેને ક્રમે રાજાએના ચિત્તની પેઠે જેમાં રાગ (પ્રીતિ અને રંગ) પ્રતિબિંબિત થયો છે એવી રત્નમય ભૂમિમાં પગ મુકતી. 61. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust