Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 119 અરે, હે ચંદ્ર ! તુને તારી સ્ત્રીઓ સ્ત્રીઓમાં પકકે લંપટ અને ચપળ જાણે છે જે આંહી તું પાનપાત્રમાં પેઠો છે ત્યાં પણ તારાઓ મૂર્તિવડે તારી પછવાડે આવે છે. (તારાનાં પણ પ્રતિબિંબ મદિરામાં પડે છે તેથી) 61. હે કૌમુદીરમણ (ચંદ્ર) જરૂર તેને આંહી કેઈ પણ સ્ત્રીએ દુરાશા દીધી છે કે જેથી હમેશ રાત્રિએ આકાશ ઉબંધીને વરૂણની દિશા (પશ્ચિમ) તરફ ગમન કરે છે. હે રજનીશ (ચંદ્ર) હૃદયમાં નિર્મળ એવા મહારા પ્રિયતમને મલિના શા માટે કરે છે? રત્નના પાનપાત્રમાંની મહારી મદિરાને મુકી દે, તારા ખોળાના કલંકને નથી જાણતો શું? * 63. હે દીપ વાયુએ હલાવેલે તું જે દર્શનની ઉત્કંઠાથી જેમ તેમ ઉંચે નીચે થાય છે તે કોઈ સ્ત્રીએ સમય આપેલ જણાય છે. - 64. ઘણું પતિપણું પામવામાં શું (માલ છે?) કે જેથી આ ઘે ( આકાશ) બીચારી પ્રિયતમથી ઠગાએલી તે તારાઓ જેને ન મળતા, રહેતા હોય એમ નિત્ય આખી રાત રહે છે. લમણાંમાં રતાશ અને આંખમાં કઈ પણ જાતનો ભ્રકુટીને ફેરવી નાંખવાને હેતુ, એવો સ્ત્રીઓને પ્રિયાએ સાંત્વન કર્યા વગર માનકાર્ય કરનાર મદ પેદા થયો. એવી રીતે વિલાસરસ જેનામાં પ્રગટ થયું છે, અને જેનાં નેત્ર યુગલ અધે મીંચાએલાં છે એવી સ્ત્રીઓનાં રસયુક્ત બડબડાટનાં વચન સાંભળતાં રાજાને કઈ જાતને મદ પેદા થયો. 67. એ પછી પાન કીડાને અનુભવ લઈને સ્ત્રીઓની મદથી ઉભી થએલી સમૃદ્ધિ જોઈને ઉતળે રાજા ચંદલ દેવીની સાથે શયાગ્રહમાં ગયો. 68. જે (કૃત્ય) કામદેવના આયુષ્યને માટે છે, જે વડે વૈવન વૃક્ષ ફળદાયી થાય છે. અને જે પ્રીતિના સમુદ્રનું અમૃત છે તે ( કૃત્ય) ત્યાં રાજાએ ચલાવ્યું. ક્રીડાગૃહમાં એ બેના મુખના વિભ્રમની શેભા માઈ શકતી નથી પણ પ્રીતિ તે દેવના ધનુષની તુલાથી તળેલી જાણે હોય એમ બરાબર પ્રગટી નીકળી. ' ' 70, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust