Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 121 ચંદ્રમા વધારે શું ( કહેવું) (જે) શૃંગાર (રસ) નું જીવન હેઈને પછવાડે જ વળગવાથી પીંગળા થયેલા જુના પતકાળાના પીંડા જેવો થઈ ગયો. 77. હે કૃશાંગિ! કેટલીક રાત્રિઓમાં ફાડ (છતાં પણ જે (ચંદ્રમા ) કામદેવની ફરશી સરખી કુટિલતા ધારણ કરે છે તે જગતના નેત્રને વહાલે લાગનારે અને સ્ત્રી મુખના ચંદનના બિંદુ સરખો ચંદ્ર બુડી જાય છે. 78. તરતમાં સેવા કરનારી સ્ત્રીઓએ જણાવવાથી અતિશય લાજથી ક્રમે કરીને જેનાં મુખ નમિત થયાં છે અને ઘણાં સુવાળાં ઘરેણાં વખાઈ જવાથી શોભાયમાન ગંડસ્થળ ઉપર આંસુ ફેલાઈ રહ્યાં છે તેથી જેને અતિ પીડા થઈ છે (એવી દશામાં) ખંડિતા (ઈર્ષ્યાળુ) સ્ત્રીઓ ખેદ પામે છે. 79. જે (ચંદ્રની કીરણો) માનરૂપી હાથીની અંકુશ, રાગી પુરૂષોના કંઠમાં (રહેવામાં) કુશળ કામદેવે અતિશય પ્રેમવડે વિલાસ પાશની પદવીને પમાડેલાં, ભેળાં થયેલાં ચક્રવાક નર માદાની કીડાના છાના સાક્ષી અને રાજાની મૃણાલ તંતુની પથારીરૂપ એવાં ચંદ્રનાં કિરણો તવાઈ જાય છે. 80. નિરૂપમ એવો અર્થ સ્પરી આવે છે, કવિઓનાં વચન અનાયાસ પરિપક્વપણાનું ચિહન ધારણ કરે છે તે હે કવિ તિલક આ કઈ તરે. હની સરસ્વતીની વેળા છે માટે ક્ષણ માત્ર સ્થિર ચિત્ત થઈને કાવ્યને વિચાર કર્ય. ( 81. જે (હાથી) ના ગંડસ્થળના મદના કરવાથી થએલા ચોમાસાના જળના ગારામાં ઘુસી ગએલી શ્રી, રાજાઓના ક્રીડા સ્થાનના આંગણાની જમીનમાં ક્રીડા કરી શકતી નથી એવા હે રાજા તમારા મુખ્ય મુખ્ય હાથીઓ ક્રમેક્રમે ઉપડતી સાંકળના ખડખડાટ સહિત હીચકા ખાવાના ખેલવાળાં પગલાંવડે કમળની રચના ઢગલાની પથારીમાંથી ઉઠે છે. 82. મૃગનયનીના માનના આગ્રહની ગાંઠય કે જેણે કામદેવના હથીયારથી પ્રિયતમની પ્રકૃતિને બુઠી કરી નાંખી છે અને જે ચંદ્રના કર (હાથ અને કિરણ) થી પિચી પડવાના માર્ગ પણ નથી હડી તે (માન ગ્રંથીઓ) તાળવાના મૂળરૂપી પાંજરામાં વ્યાપી રહેલા અને હુત સ્વરને જોઈ નાખે એવા કુકડાના શબદથી છુટી ગઈ 83, Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.