Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 167 સર્ગ 17 મે. પૃથ્વી તળને (શત્રુરૂપી) કાંટા વગરનું કરીને, તેણે યાચકેમાં હર્ષ સહિત હેમને વરસાદ વરસાવ્યા. સર્વ જનની પીડાનું ખંડન કર્યા વગર વીજળીના ચળકાટ જેવી ચપળ એવી સમૃદ્ધિ વ્યર્થ છે. * 1. એ મહાભુજ રાજા ચુલુક્ય વંશમાં હોટા રાજાઓમાં મુગટરૂપ થઈ પડશે, તેણે પ્રજામાં માનવીનોજ વિસ્તાર કર્યો એમ નહિ પણ દૈવી પીડા પણ હરી. - જે આપણને જળ વડે ભરી મુકે છે તે સમુદ્ર તેને વશ થઈ રહ્યા છે એમ જાણીને જાણે તેની સેવા કરવાની ઇચ્છાથી મેઘ ઉપયોગ પ્રમાણે જળ મુક્તા હોય ? - 3, ક્યાંય પણ અકાળ મૃત્યુ ફેરી દઈ શકતું નથી અને પૃથ્વીમાં ક્યાંય પણ દુકાળ જોવામાં આવતું નથી. બીજું શું (કહેવું?) અન્યાયનો નાશ કરનાર એ રાજાએ રામના જેવું રાજ્ય દેખાડી દીધું. 4. સૂર્ય માણસને અતિ તાપ કરતો નથી. વાયુ શ્રમ માત્રને હરનારા વાય છે, ફળ અતિભારથી ઝાડને ભાંગીને ભયથી જાણે પાકીને ઘેળાં પડી જતાં હોય ? માણસે બાર ( કમાડ) દેવાને તિરસ્કાર કરીને રક્ષાથી આડા થઈને સુવે છે. ચંદ્રનાં કિરણો જાળીયાને માર્ગે પેસે છે પણ છિદ્ર માર્ગે ચોર નથી પેસતા. દિશાઓને નિરંતર તુરીના નાદવડે દિગ્ગજના કંઠની ગર્જના ન સંભળાય એવી કરી છે. પુરેપુરમાં હમેશના ઉત્સવવડે ધ્વજાનાં લુગડાંથી ઢંકાઈ ગયેલા સૂર્યવાળું આકાશ થઈ ગયું છે. ' ઉદાર અને શેર્યના એક રસવાળો રાજા તે લડવાના ઉત્સવ વિના વિનેદ વગર રહે છે. તમામ રાજાઓને જેણે સમાપ્ત કર્યા છે એવા પિતાના ભુજનું અસેવકત્વ માને છે. ક્રમે કરીને એ રાજાને પિતાની આકૃતિ સરખા અને કુળની પ્રતિકાના ભંડાર એવા પુત્રો થયા. અનન્ય સાધારણ પુણ્યશાળીઓને યત્ન વગર મનોરથનાં વૃક્ષ ફળે છે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust