Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 136 30, - હે કમલમુખી! હારા વાળે ઝીતી લીધેલા મોર ખરેખર પોતાના જીવિતને પણ અકારું કરે છે, જેથી તે બાણ મળવાની (પડવાની આશાથી જાણે ઈંદ્રધનુષની સામા થવાને ઉત્સાહિત થાય છે. ર૭. - વર્ષાઋતુએ મુકેલાં ધનુષ જીતવાની ઈચ્છા રાખે છે ત્યાં તે દ્ર ધનુષ ક્યાં બહાદુરી બતાવી શકે. હું જાણું છું કે હાલમાં હે માનિનિ ! કામદેવનું ધનુષજ અનુલ્લંધ્ય શાસન છે. (જય પામે છે) 28. આ (સૂર્ય) સમસ્ત પૃથ્વીને રસ અતિ ઉત્કૃષ્ટતાથી ખેંચીને ઉનાળાની હુશીયારી ફેલાવે છે એમ જાણે માનીને મેઘ ચળકતા અને અતિ આકરા વિજળી રૂપી હાથ વડે સૂર્યને તરછોડતો હોય શું ? " હે મૃગાક્ષિ ! ઉનાળાના મિત્ર સૂર્યની પણ કાંતિ જે મંડળના મધ્ય ભાગમાં પેઠેલી છે તેને ઠારી નાંખવા સારૂ મેઘ ચંદ્રમાને ગંધી રાખે છે એમ હું જાણું છું. ત્રણ જગતને સુંઘી કહાડનાર ઉનાળાને ક્રોધ થકી રમતને કાળી કરીને આ મેઘ આણકાર બગલાંની હારવડે મુખમાં રહેલી તેના (ઉનાળાના) હાડકાંની માળા હોય એમ દરસાવે છે. 31. હે સુવ્યું ! તારી પાસેથી ત્રણે જગતમાં દુર્લભ જેની રચના છે એવી ગતિનું શિક્ષણ મેળવીને દેવતાઈ હંસોની મંડળીમાં મોટાઈમેળવવાના લોભથી જાણે હંસ માન સરોવર તરફ જાય છે. 32. * ઇદ્ર ધનુષનું ચુંબન કરનારા મેઘના સમૂહથી બિંદુઓ પડે છે ત્યારે હિંસજ ભાગે છે તે જાણે ચાલતી આંગળીવાળા ધનુષના મુખથી ગોળીઓ (પડવાની શંકા રાખીને ભાગતા હોય શું? 33. મોરની ચાંચના પડીયામાં છુપાવેલા અને કોમળ એવા ટોકારથી પ્રકાશ થઈ ગયા એવા પાંથની સ્ત્રીના ઉનાશવાળા નીશાસાએ દૂષિત કરેલા એવા કણ (જળકણ) માંડ માંડ પૃથ્વી ઉપર પડે છે. . 34. - હે સુભ્ર ! નવાં મેઘનાં ટીપાં પૃથ્વી ઉપર પડયાં છે તે મોરનાં બચ્ચાં પિતાની ચાંચની અણિથી લેવાની ઈચ્છાથી ઉતાવળ કરે છે પણ અભ્યાસ ન હોવાને લીધે તે લઈ શક્યાં નહિ તેથી તેઓએ તેને અપમાન્યાં. 35. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust