Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 53. 139 જો આજ તેની સ્ત્રીઓ (નદીઓ)ની પણ સામે આવીને ઉભો રહે તે હું તેને નમસ્કાર કરું. વરસાદનું મંડળ, આકાશમાં રહેલી વીજળીના ગર્ભ સમયની ઈચ્છા (દેહદ) ના નારા સરખી કાંતિવાળું શોભે છે તે જાણે તેમાં કલંકનું પ્રતિબિંબ પડયું છે એવાં અંકાશમાંથી ઉતરેલાં પાણીનું જાણે ગરણું હોય? 54. સૂર્યને સારથિ હમણાં નક્કી ઘોડાઓને ખચી રાખે છે કેમકે જ્યારે નીલી એવી મેઘની પંક્તિમાં થઈને તે જાય છે ત્યારે સ્વાભાવિક લીલા છે. એમ અહી કેમ જાણવામાં આવશે એવો ભય રાખે છે તેથી. 55. હે મેઘ ! જરૂર ( તું તારી પ્રિયા વીજળીને નથી દેખતે તેથી આ તારે પગલે પગલે રેવાને શબ્દ (થાય છે) તે વિયોગિ વર્ગ ઉપર હારી દયા પણ ઉત્પન્ન થતી નથી એ અહે મહા આશ્ચર્ય છે. 56. હે મેઘ ! જરૂર હારા ખોળામાં લાડ પામેલી વિજળી પારકાની પીડા જાણતી નથી, નહીંતર પાંચની સ્ત્રીને અતિશય કનડતાં તેને કેમ નથી વારતી ? 57, - હે નવા મેઘ ! કઈ રીતે (ત્યારે) પ્રિય આવે છે (એમ તું જણાવે છે) પણ અમે નક્કી તારા ઉપર ભરોસો રાખતાં નથી કેમકે તું વારંવાર વિષ્ણુપદ (આકાશ તથા સોગન ખાવા સારૂ વિના પગ) ને સ્પર્શ કરીને પણ તું હારા કાર્યનું તાત્પર્ય કરવા મુકત નથી (પુરું કર્યા વગર રહેતો નથી) હે ઘન ! કેવળ હારી બાહારથીજ કાળાશ નથી પણ હારું અંતર પણ મેલું છે કેમકે પાંચની સ્ત્રીઓના વધનું પાપ કરવામાં તું કામદેવનું કામદારૂં કરે છે. - 59. તું ડાહ્યા નથી પણ પતિને હાતી સ્ત્રીઓ વિશે તું આ એક કેતુક કરે છે કે જે વિગિનીઓને નિર્મળ કરવાનું મૂળ કાંટારૂપ ચંદ્રમાનું બિંબ તેને કોળીયો કરે છે. તું મગરના ઢગલામાંથી પણ અવિચ્છિન્ન ઝાઝું જળ લઈને જે આવ્યો છે તે પાંશની સ્ત્રીઓના ભાગ્યની અવળાઈની ચેષ્ટા છે એમ શું કહીએ? 1. 58. Jun Gun Aaradhak Trust