Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ .. . અને 19 રાજા તેના તરફ નિત્ય સમજાવવાના ઉપાયો કેટલા નથી મોકલી ચુ (પણ) તે કુલકંટકને અન્યાયને વાયુ ઉપરવટ થઈ ગયેલો છે તેથી તેણે એકે (ઉપાય) સ્વીકાર્યો નહિ. 49. આ અડચણ કેમ ટાળી શકાય એમ તે જ્યાં હજી કૃપાવડે બેશી રહ્યો છે તેટલામાં તે તે ભુજાની ઉદ્ધતાથી કૃષ્ણણિને કાંઠે આવ્યો. 50. આ રાજાને મુકીને કેટલા મંડલેશ્વરો તેની સેનાને આવીને નથી મળ્યા. આફત આવવાની હોય ત્યારે માણસની બુદ્ધિમાં ફરક પડી જાય છે. 51. ગંડ સ્થળમાં ફેલાતા ઘણું મદના ઝરણાંવાળાં હાથીનાં ટોળાં અને . તરવરાટીવાળા ઘોડા જોઈને તેણે મોટે ભાઈની સાથે લડવાની બાબતમાં અટકાવ જે નહિ. તેની સેનાની સામગ્રીએ પડેલી કૃષ્ણવેણિ કૃષ્ણતા પામીને સમુદ્ર પાસે જાવાને જાણે અશક્ત થઈ હોય તેથી તેણે ડેળાએલીપણું દેખાડયું. 53. તે નાનેરા ભાઈએ ક્યાંક દાહ, બીજે લૂટ, અને કયાંક માણસોને બંધન દીધું. પડવાના ચિનની પેઠે તેની ઘણી દુષ્ટ ચેષ્ટા ઉપરા ઉપર થઈ 54. તેમની ઉપરા ઉપર થતી અનીતિ ઘણું વખત સુધી રાજાએ ક્ષમા કરી. નિર્મળ સત્વ ગુણના સમૂહવાળા એવા (પુરૂષ) સાથે પાર કરવાને સમુદ્ર પણ સમર્થ નથી થતા. 55. - રાજાની પાસે એ અંકુશ વગરનો નિરંતર દુર્વચનો તોડે છે. અલક્ષ્મિએ કટાક્ષમાં લીધેલા જડબુદ્ધિના (પુરૂષ) એવું શું છે કે જે તેઓ નથી આચરતા ? શું વધારે કહીએ કે તેની ચાંપલાઈ વારંવાર એવી વખાણપાત્ર થઈ પડી કે જેને લીધે રાજા વિસ્મિત થઈને ઉતાવળો તેના તરફ ચાલ્યો. 57. તે પછી દિગ્ગજેના કાનના શંખની પોલમાં ફરી વળનારા પડછંદાથી પુરાએલ અને મંગળનાદથી ભરપૂર એવો તેને દુંદુભિના નાદ આમ થયો. 58. આ Jun Gun Aaradhak Trust