Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 130 થાક ઉતારી દેવાથી કામદેવને ધનુષને શ્રમ બતાવનારાં ધારાગૃહમાં - મૃગનયનીઓ સાથે મધ્યાન્હ સમયે મધ્યમ લેકના રાજાએ વાસ ક. 54. ચોલદેશને નાશ કરનાર (રાજા) ચંદન (લેપ)થી ધોળાં થયેલાં સ્ત્રીઓનાં સ્તનમંડળમાં જેને ત્રણે જગત નમી રહ્યું છે એવા કામદેવ રાજાનું ચક્રવર્તીપણું માને છે. તે 55. હિમાચળના ગથી અધિક શીતળ એવાં ઉત્તમ સ્ત્રીઓનાં કુંભ સ્થળ જે વિલેપને કરીને ચોતરફથી ઘેળાં થએલાં છે તેના ઉપર પિતાને ઘર એ દાહ તેને મટાડવાને પંડિત થયો. 56. - સ્ત્રીઓનું લેપ વગર (પણ) શીતળ અંગ વાયુ પાટલ વૃક્ષ વડે વિપાટલ (સુગંધ રહિત) અને કામદેવનું વીરવ્રત પાળવા સારૂ તેનામાં ઉઘડેલી મલ્લિકા સામેલ થઈ. - 57. - સ્ત્રીઓના કાંતિ જળે છેતરેલા એવા હશે તે જે (વાવ્ય) ના દૂધ સરખા સુંદર જળમાં પડીને પછી બીજે ઠેકાણે દૂધ પાણીના ભાગ કરવા સારૂ ઉત્સાહ ધરાવતા નથી. 58. જ્યાં ભ્રમરે જેમાં ગુંજાર કરે છે એવાં કમળોમાં હંસ બેઠા છે તે શોભે છે તે જાણે સ્ત્રીઓ પાસેથી ઝાંઝરના નાદ ગ્રહણ કરીને પિતાનું લીલાગમન સમર્પણ કરીને કેમ બેઠા હોય ? - સ્નાન ક્રીડા કરનારી રાજાની સ્ત્રીઓને જ્યાંનાં કમળોએ મુખરૂપી ચંદ્રબિંબ સાથે વિરોધ ન આવવા દેવા જાણે લક્ષ્મીને પગ તળે કેમ સેપી હોય? - નિતંબભાગને લીધે પ્રગટતા તરંગમાં હીંચકા ખાતા અને બોલતા સારસ પક્ષીઓ જેમાં છે એવી એ લીલા વનની લાંબી વાવ્યમાં એ રાજા એ સ્ત્રીઓ સહિત રમણ કરે છે. - વિસામો ખાધેલી સ્ત્રીઓના હાથમાં રહેલો ધારાયંત્ર તથા રાજાના હાથમાં રહેલું કમળ પલ્લવનું પાંદડું તે કામદેવના બાણની મિત્ર એવી કાળી ઢાલની શોભા ધરે છે. 62. - રાજ રૂપી ચંદ્રના શરીરના લાવણ્યના જળમાં રહેલું જે કામદેવના 59. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust