Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 129 એનું શરીર ચંદનના લેપવડે હિમાચળના જેવું ઉચું લાગે છે. તે આલિંગન કેમ કર્યું હોય ? - શૃંગાર રસના સમુદ્રના તરંગ સરખી અને કામદેવરૂપી વિદ્યાધરની તરવાર જેવી સ્ત્રીની વેણું (ચોટલે) તે વિલાસી રાજા નહાયા પછી સમારે છે. 4. કુંતલ રાજાની છાતી ઉપર ચંદનના ઘરેણાનું ટીલું શોભે છે તે લમીના ઝાંઝરનાં શબ્દવડે મુખરૂપી ચંદ્રમાંથી સરસ્વતીને હંસ જાણે કેમ અવતી હોય ? * * 47. . . 50. અને બીજા હાથમાં વિભ્રમનું કમળ ધારણ કરે છે તે જાણે શ્રીકૃષ્ણનો પાંચજન્ય શંખ કેમ હોય ? ' ' . 48. એ કમળનયન રાજાના વક્ષસ્થળમાં રહેલી ચંદનના પંકની લેખા શોભે છે તે જાણે મુખમાં રહેલી સારી વાણીરૂપ દેવીના હંસના મુખમાંથી પડી ગયેલ કમળતંતુ કેમ હોય ? : 49, ફેલાતા એવા પાણીના છાંટાને બહાને જાણે હિમને વરસાદ દેખાડતાં હોય અને સ્ફટિકની જમીનવડે ચારે કોર ઠરી ગયેલું હિમ જાણે ઉરાડતાં હોય-(“એવાં ધારાગૃહમાં વાસ કરે છે " એમ 54 મા શ્લોક સાથે સંબંધ છે.) શેભાયમાન એવાં કેવડા પાંદડાંની રચનાવડે અને હજારો ઘંટા વડે જાણે લાંબા દાંતવાળાં હોય ? અને વાદળાં સરખાં કાંણા વગરનાં કેળનાં પાંદડાં બાંધ્યાં છે તેથી જેમાં સુર્ય દેખાતો નથી એવાં– 51. ગેખના જાળીયામાંથી નીકળતી સ્વચ્છ અને છેદ વગરની સમૂહને બહાને તપાટ ન આવવા દેવાને સીકલી લેવા માટે છાંટાની હારને ચલાવતાં હોય— પર. - અત્યંત ઠંડકને લીધે જાણે સંકોચાઈ ગયાં હોય એવાં સૂર્યનાં કિરણોએ જેનો પૂર્વે સ્પર્શ નથી કર્યો એવાં અને ઉનાળામાં પણ જેમાં પેશી ન શકાય એવાં અને હેમંત ઋતુને જીવ બચાવવામાં સમર્થ એવાં જાણે બ્રહ્માએ બનાવ્યાં હાય, 53. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust