Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 124 સર્ગ 12 મે. - એ પછી ત્યાં કામદેવના મિત્ર એવા વિલાસ વડે તે પાંપણવાળા નેત્રવાળી દેવીની સાથે ઘણા દિવસો ક્ષણની પેઠે રહીને ગ્રીષ્મ ઋતુને પ્રવેશ થતાં રાજા કલ્યાણની પાસે આવ્યો. એજ ક્ષણમાં કુંતલ રાજાને પ્રવેશ સાંભળીને વિલાસવતની દીક્ષા લીધેલી પરસ્ત્રીઓનાં કામદેવે ઉપદેશેલાં ચેષ્ટિત થવા લાગ્યાં. કોઈ સ્ત્રીઓ છૂટી પડેલાં રત્નની અણી જેમાં વાગવાથી ડાબા પગ ઉંચા ઉપાડી લેતાં નરના ઈશ્વર (રાજા)ની આરાધના કરવા સારૂ જાણે એકપદ વ્રત ધારણ કર્યું હોય ? 3. કોઈ સ્ત્રી એક નેત્ર કાનના કમળની રજવડે આંસુવાળું અને બીજું હાસ્યવાળું ધારણ કરતી થકી સંકીર્ણ ભાવવાળી નાટ્યકળામાં ડાહી એવી તે જાણે કામદેવની નર્તકી કેમ હોય એવી શોભે છે. 4. - કાઈક સ્ત્રી કામદેવે બરાબર બાણ લગાવેલી તે ગોખના જાળીયામાંથી જેતી થકી કોઈ જાતની કામદેવના સંતત તીવ્ર ધનુષની પંડિતાઈ બતાવી આપે છે. 5. કેઈ ઉત્તમ સ્ત્રી કેશર ચોપડેથી રાતા અંગવાળી તેણે લટકાથી બાહુ રૂપી વેલને ઉચે થંભાવેલ છે તે અતિ ઉંડા રાગના પ્રવાહમાં બુડેલી છે તે જાણે હાથ પકડાવાનું માગતી હોય? વીરમાં શ્રેષ્ઠ એવો આ રાજા આગળ ઉભો છે. ર હેય એના ઉપર શાર્ય કરી દેખાડ. સ્ત્રીઓમાં બડાફા મારવા એ લાજવા જેવું એમ કાઈક સ્ત્રી કામદેવને વાણીવડે હેરાન કરે છે. અન્ય સ્ત્રી રાજાને ક્રીડા નિમિત્ત થએલી ગરમી મટાડવા સારૂ નેત્રાચલ (નેત્રની પાંપણું તથા વસ્ત્ર)થી નીકળતા પવન વડે શ્રમના જળકણ મટાડતી એવી તે પિતાને કૃતકૃત્ય માને છે. 1 બે ત્રણ ભાવ ભેળા બતાવનારી. 2 નાચ કરનારી Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.