Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 118 50, પુષ્પના સુગંધવડે કરીને ચલાયમાન બનેલી અને મઘની ગાગરમાંથી) નીકળતા ધુપના ધૂમાડા રૂપી વેલ્ય વડે શોભા પામેલી એવી ભ્રમરાની પંક્તિઓ શોભે છે. હાથમાં રહેલા પાનપાત્રમાંથી જાણે પ્રણામ કરતી હોય એમ સામી આળોટતી આવતી મદિરાએ મદિરાક્ષી (સ્ત્રી)ઓના રાતા હોઠની મિ. ત્રાઈ કરી. - 51. રાજાની સ્ત્રીઓના મુખમાં પેસતી મદિરા દાંતની કાંતિને સંગ કરતી કામદેવની કીર્તિને જાણે પુષ્ટ કરતી હોય એવી શોભે છે. પર. છેવટના ભાગમાં જેમાં રાતાં લમણાં થયેલાં છે એવાં અને ભાંગી ડ્યુટી ભાષાના વિપર્યાસવાળાં એવાં શ્યામ કમળના જેવાં નેત્રવાળી સ્ત્રીએનાં મુખ રાજાને કામદેવનાં હથીયાર થઈ પડ્યાં. 53. કામદેવ સુરામાં પેઠે તે (સુરા) સ્ત્રીઓના મુખમાં પેઠી અને તે (સ્ત્રીઓનાં મુખ) રાજાના ચિત્તમાં પેઠાં અને તે (રાજનું ચિત્ત) પ્રીતિના દરિયામાં પડું. - - હે ચંદ્ર ! મહારા મદિરાના ઠામમાં કેમ પડે છે? કુતલેશ્વરને નથી જેતે શું ? તે તારી પ્રિયા રહિણીને કેશના શણગાર વગરની કરશે. 55. હે ચંદ્ર! હું કમલિની નથી. મદિરાના ઠામમાં આગળ (આવી) કેમ ઉભો છે? રેહિણીના આંખના કાજળથી થએલે કલંક તુંને લજજા નથી પમાડતે ? 56. હે ચંદ્ર ! મદ્યપાત્રમાં રહેલા તેને મદિરાના રસના જથ્થા સાથે પીને આજ માનવાળી સ્ત્રીઓના કાંટાને નાશ કરું છું. 57. હે દ્વિજરાજ (બ્રાહ્મણોનો રાજા તથા ચંદ્ર.) મહારા મદિરાના પ્યાલાને અડીશ તે તેને બે દેષ છે. અહી આ રાજા તેને નહી મળી શકે અને ત્યાં રોહિણી રોષ કરશે. 58. ' હે ચંદ્રતું કોઈ પણ દુર્લભ્ય સ્ત્રીની ઈચ્છા કરે છે તેથી નકકી દોરા જેવી હલકાઈ પામીશ. હે માનહીન ત્યારે ઉત્કૃષ્ટ લાભ તે જાણ્યો. 19, | હે ચંદ્ર! જે તું આ આકાશના છેડાથી ખારા સમુદ્રના જળમાં ફેંકાય છે તે ખરેખર તારી ચપળાઇનું ફળ છે. નહીંતર જોળી કાંતિવાળાને હારે બીજો શો ખેદ હોય ? 60. - 54. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust