Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 101 વિભ્રમવાળી બે ભ્રમરે જેમાં નાચી રહી છે એવાં મૃગાક્ષીઓનાં મુખ સિવાય સાહસની છાપવાળા એ રાજાનું મન બીજે ક્યાંયથી પણ ભયની સીલથી કાંઈક ઉઘડેલું થતું નથી (સ્ત્રીના મુખ સિવાય તેને બીજે કયાંયથી ભય થતું નથી). * 15. | હે કિન્નરકંઠિ (ગાનારી) ભુજ બંધની દૂતી એવી માળા એના કંઠમાં મુક્ય કે સમાન સંબંધ થવાથી વિધિની કીર્તિ થાઓ અને કામદેવને પ્રયાસ સફળ થાઓ. . . 146. તા. તે દ્વારપાળીના સરખાઈવાળા વાક્ય માત્રથી જ લાજ મટી જતાં એ પાર્તિવરા કન્યાએ તે વરમાળા વિક્રમાંકદેવના ગળામાં આરપી. 147. કંઠમાં રહેવા પામેલી તે વરમાળા માં ભ્રમરની હારના અસ્પષ્ટ ઝિંકાર વડે જાણે સમગ્ર રાજાઓની સૌભાગ્ય લીલાના જયનું નગારું વગાડતી હોય શું? તેની ભુજાની શોભા પુલની માળાથી પણ વધારે) સાભાગ્યની શોભા ધારણ કરે છે તેથી તે ( માળા) કંઠમાં રહી છે તો પણ તેને આલિંગન કરવાને રાજા ઉતાવળો થયો. 149. કામદેવની ધનુર્વિદ્યાનું રહસ્ય જય પામે છે. હાલમાં (તે) ઘટિત (ઘટના) કરવાવાળો વિધિ વંદન કરવા યોગ્ય છે એવી પુસ્ત્રીઓની વાણી ત્યાં ફેલાઈ રહી છે. આ જગતમાં સરખા સરખા યોગ કેને પ્રીતિનું કારણ નથી ( થતો ). . ' , ' . . 150. . એ પછી જેમાં કેમળ (મંદ મંદ) મૃદંગ (પખવાજ) નો શબદ છાહી રહ્યા છે એવા પરણવાને યોગ્ય મંડપમાં તમામ રાજાઓની લક્ષ્મી જાણે પ્રતિબિંબિત થઈ હોય નહીં એવી વધુ સહિત ધોળી કીર્તિવાળો એ કુંતલંદુ રાજા પ્રવેશ કરીને વધારે ઊંચી શોભા ધારણ કરતા હતા. 151. ઈતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિહણના - કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્ત . ': ? વિરચિત ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં નવમો સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust