Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 100 : - હે કમળમુખિ! હારી દષ્ટિ સુંદર પદાર્થને ગ્રહણ કરવાનું જાણે છે (ખરી) કે જેમ સેવાળને મૂકીને મરી (કમળમાં લાગે) તેમ બધાને પડતા મૂકી આના મુખ કમળમાં લાગી રહી છે. . : 136. છે. આવું રૂપ અન્યના જેવું સામાન્ય નથી. હું શું કહું ? તે પણ (તે) જોયું છે) એના સોભાગ્ય ગુણ હું શું કહું જેમાં શ્રી અને સરસ્વતી બંને રહ્યાં છે. - - - 137. =': મદ ઝરતાં હાથીઓની સોબતથી જેણે તિરસ્કાર સહિત દિગ્ગજ તિરફ જોયું છે એવા જે એ જીતવાની ઇચ્છાવાળાના ઘડા ક્ષણ માત્રમાં દિશાઓની અંદરના ભાગમાં ફરી વળે છે. * 138. એક ઠેકાણે ભાર (થવા) થી પૃથ્વી નમી જતી શેષ નાગના માથા ઉપર બરાબર રહી શકતી નથી એમ ધારીને જાણે જેણે બધીએ દિશામાં (પેતાની) સેનાના હાથીનું ટોળું ફેલાવી દીધું. 139. : - શેષનાગના મસ્તક ઉપર રહેલા પૃથ્વી રૂપી પાટીયાને મજબુત કરવા સારૂ જયસ્તંભને બહાને એ રાજાએ બધી બાજુએ ખીલાની હાર ગોઠવી છે. 140. .. એ રાજાની તરવાર જેમાં બંને બાજુએ રાજાઓના મસ્તકનાં માણિની માળાઓ પરોવાઈ ગઈ છે એવી તે બાકીના રાજાઓના ગળાનાં હાડકાંઓ સાથે ભટકાવાથી બુઠી ધારવાળી થઈ ગઈ છે. 141. - સેમેશ્વર અને ચેલ દેશને રાજા જ્યોત્સવના દ્વારમાં બળ થકી પિસતા હતા ત્યાં અભુત સાહસવાળાએ બળીયા રાજાએ બે હાથે એ બંનેને ધકેલી કહાળ્યા. . 142 અભુત દાનના ભંડારરૂપ એ રાજાની આગળ કલ્પ વૃક્ષ આદિ. પરમાણુ સરખા છે. ત્યારે ત્રણ જગતના ગૌરવ (બેજ અને મોટાઈ) ના પાત્ર એ રાજાની સરખાઈ તે ક્યાંથી જ પામે ? 143. - મુંજની તે એક રતીભાર પણ તુલ્યતા નથી ત્યારે ભોજરાજાની યોગ્યતાની તો વાત પણ શી (કરવી)? કવિને બાંધવ (એ) આ (રાજા) મળ્યો (છે) ત્યારે લક્ષ્મીને તે પગ નીચેની દાસી , કરી ( રાખી) છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust