Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ દિશાઓને ભરી દેનારી હાથણીઓ સાથે વિલાસવાળી સ્ત્રીઓ જેના બારમાં આવે છે તેથી દિપાલની પુરીના ગોખ ચંદ્રમાના અજવાળાથી દિવસે પણ પખાળાય છે. (ઉજવળ થાય છે) : : : - 127. : હે ચપલાક્ષિ! તે આ ચેલ રાજા (છે) જેના જયના ઉત્સવે ફેલાતા યશના ઢગલાથી ભરાઈ ગયેલાં દિશાનાં મુખ તે જાણે મંગળના શંખ વગાડતાં હાય શું? . 128. (હે કુમારિ) એ વિલાસના વિદ્યાધરરૂપી રાજહંસને હારી ભુજાના પાંજરામાં બાંધી લે. કીડાના વિમાન સરખા ગોખમાં તારી કટિ મેખલા (એના) નેત્રના ઉત્સવ માટે થાઓ. 129, એવી રીતે અન્ય સ્થળે કરેલા આગ્રહવાળી એ (કુમારી) તેને વટેળીને ચાલુક્ય રાજાની સન્મુખ થઈ. ઉંચા મોજાએ ફેરવી નાંખી હોય તેપણ નદી પહેલાને માર્ગ મૂકે નહીં. 130. - - અતિ લાંબે તેને નેત્રાંત ભાગ (આંખનો ખુણો કટાક્ષ મારવાનું સ્થળ ) ચાલુક્ય રાજા તરફ ખેંચાય ત્યારે વધરાઈ ગએલી આશાવાળા અન્ય (રાજા) જાડી દીવાની વાટના ધૂમાડા વડે જેમ તેમ કાળા પડી ગયા. " 131. તે ક્ષણે કોઈ એ કુમારીથી વિમુખ હશે તે બોલી ઉઠ્યો કે હું (તે) મહારી પ્રિયાને પતિ છું. કેઈ રમુજ માટે વ્યભિચારી રાજાઓ ત્યાં આવ્યા હતા તેને જોવા સારૂ (પિતાનું) આવવાનું બતાવ્યું. * 132. તેં ને આંહી તેડી આવીને નાહક હેરાન કર્યો એમ કાઈ પોતાના મંત્રીને નિંદે છે. વજથી જાણે હણ્યા હોય એમ બીજા રાજાઓનાં મુખ નીચાં થઈ ગયાં. . " 1 : * - - 133. એ મૃગાક્ષની દૃષ્ટિએ બધા રાજમંડળમાંથી તારવીને એ ચાલુક્ય ભૂષણને રાજહંસિણી જેમ પાણીમાંથી દુધ ગ્રહણ કરી લે તેમ ગ્રહણ કરી લીધી. . . : * * 134. પછી દ્વારપાળીમાં મુખ્ય એવી એ દાંતની કાંતિના પ્રવાહવડે એ (કન્યા) પ્રત્યે બીજા રાજાઓ તરફ જોવાથી ઉત્પન્ન થયેલું એ કુમારીનું કલંક ધાતી હેય શું એમ બેલી. . 135. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust