Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 110e ચલ રાજાની સ્ત્રીઓની ગતિની ચોરી કરનારા હંસ આકાશમાં ઉડીને ગયા, તે જાણે ભયથી. આદિ પુરૂષ શ્રી બ્રહ્માજીના વિમાનના હસોનો આશ્રય લેવા સારૂ ગયા હોય ? . . . . -- 69. . રાજા, હાથણીઓની સાથે હાથીની પેઠે, અતિ અનાદર સહિત વખણાએલી રીતે પગ મુકતા તે સ્ત્રીઓની સાથે કમળાના મુકુટવાળા કીડા સરોવરમાં પેઠે. . એ તળાવોની જાણે આંખ ખેંચી લેતાં હોય એમ તેનાં જે કમળ રાજાની સ્ત્રીઓ ખેંચી લે છે તે સ્ત્રીઓનાં મુખનાં ચાર એવાં કમળના * * સંગનું ફળ તે તળાવોને દીધું. - 71. - ત્યાં સ્ત્રીઓના ઘેલાં જેવા હોઠથી રતાશના અને આંજણના પુજના સંગથી ફેરફાર થઈ ગયો. (કે જેથી) ઉત્પલ જાતનાં (કાળાં) કમળ રક્ત કમળ૫ણને પામ્યાં. (કમળનો રંગ બદલાઈ ગયો.) : ૭ર. છે. સ્ત્રીઓના ક્રીડા યુદ્ધને લીધે કમળ બધાં ભાગી ગયાં. લક્ષ્મીએ પ્રથમથીજ રાજામાં જઈને ઘણું વખતથી વાસ કર્યો છે તેથી બુદ્ધિવાળી ખરી. 73. આ તળાવડી લહેરરૂપી હાથવડે રાજાની સ્ત્રીઓના પાદનું પ્રક્ષાલન કરીને ઉછળતા પાણીના છાંટાને બહાને તેના ચરણુંમૃતનું વંદન કરતી હોય શું? 74. તે તળાવ કઈ પ્રકારે પણ કમળને તિરસ્કાર કરનારાં તે (સ્ત્રી) એના ચરણરૂપી કમળ પત્ર ઉપરથી સ્વાભાવિક કાંતિની જાણે પરીક્ષા કરવી હોય તે સારૂ લેહેરવડે અળતો ખેસવી નાંખે છે (ધોઈ નાંખે છે)૭૫. તળાવમાં પ્રવેશ કરતી વખતે કેપેલા ભ્રમર જેમાં (વળગ્યા) છે એવા રાણીઓના પગ થયા છે તેથી શ્રમના શેડા જળવડે આગળથીજ વીખાઈ ગયેલા અળતાએ પગનાં તળીયાને છોડી દીધાં છે (ધોવાઈ ગયો છે). 9 - તળાવે બરફના એકલા સ્થાન એવા હિમાલયથી આ આવી છે (એમ માનીને) તે (રાણું) એના શરીર ઉપરથી કેસર (લેપ)ને તિરસ્કાર સહિત જાણે ફેંકી દીધી. (કેસર ધોઈ નાંખી. . . . . . 77, અજાણથી ઉંડા પાણીમાં પિશતી કઇ (સ્ત્રી) ને રાજાએ તાણી લેવા માંડી તે બીજી શે એ સંભ્રમ (ઉતાવળ) થી જોઈ અને ઈર્ષ્યા કરી. 78. P.P. Ac. Gunratrasuri MS Sun Gun Aaradhak Trust