Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 47. તે (રાજા) તૂરી સહિત દુંદુભિઓના નાદવડે પ્રકાશ થતા નવા ઉ. સવવાળી તે જગોમાં પ્રવેશ કરીને કાંતાને શોધવામાં તત્પર થયો. 43. તે રાજહંસ ત્યાં તરંગની પંક્તિ જેવાં પગથીયાં ચહડી જઈને સોનાના પદ્ય જેવા સેનાના સિંહાસન ઉપર કામદેવના હુકમથી હડી બેઠે. 44. - ઉજ્વળ ઘરમાં બેઠેલ કુંતલેંદ્ર રાજાઓથી વીંટાએલો તે કેવો શોભે છે કે જાણે હાથીના બચ્ચાંના જૂથમાં પડેલો ક્ષીરસાગરમાં રહેલ ઐરાવત હાથી હોય નહિ? 45. છે તે રાજાઓમાં સિંહ સરખો કેલાસ જેવાં સ્વચ્છ ઘરના આંગણામાં પેઠે ત્યારે તે ચંદ્રમુખી, મૃગલાંઓને સિંહણની પેઠે બીજા રાજાઓને મળવી દુર્લભ છે એમ (સીએ) માન્યું. 46. ચંદરવાનાં રત્નોમાં અને રત્ન જડીત ભીતમાં રાજાઓનાં બિંબ પ્રતિબિંબિત થયાં છે તેથી એ સ્વયંવરના ઉત્સાહવાળી સભા જાણે ત્રણે લાકના કામી ભેળા થયા હોય એવી શોભે છે. રત્નની સારૂપ જાણે દાંત હોય એવી મંચ (ખુરશીઓ) માં અને ઘરેણાના મણિના સમૂહોમાં સંકડે રાજા રૂપની સરસાઈની ઈચછાને લીધે (પિતાન) મુખ જેવા લાગ્યા. 48. મેતીના ચંદરવામાં રાજાઓની પ્રતિબિંબની પંક્તિ ઉંચે રહી છે તે જાણે કેકની પણ સાભાગ્યની સીમાને (ઉદ્દેશીને) તૈયાર રાખેલી પુષ્પની વૃષ્ટિવાળી દેવતાઓની વિભ્રમ પંક્તિ કેમ હોય ? 49. એ પતિવરા (ઈચ્છાવર વરવાવાળી) સ્ત્રી, સ્ત્રીઓની એક જાતની શંગાર ચેષ્ટાની વેદી (એક જાતની પડથલી (બેસવાનું સ્થાન) છે) મોતીની માળાઓ વડે શોભી રહી છે તે જાણે, ચંદ્રને ઘણું સ્ત્રી છે એમ કહેવાને માટે વ્હીકથી તારાઓએ સેવા કરાતી હાય. 50, જે રાજાઓ વધુ ઉત્કૃષ્ટ તેજને લીધે સભામાં ઉદ્યાત (મશાલ?) સરખા થયા છે (પણ) તે વિકમ રાજાની આગળ સવારના દીવાની ઉપમાને પામ્યા. (એટલે ઝાંખા પડી ગયા).. સુવર્ણ રેખાવડે મનોહર દેહવાળી એ ચતુર સ્ત્રી અનેક રાજાઓના ભાગ્યરૂપી સુવર્ણની પરીક્ષા માટે જાણે કામદેવની કરી કેમ હોય ? પર. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust