Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ સર્ગ 9 મે. એ પછી કામદેવનું ધનુષ્ય ઘરેણુના શબ્દ, અને મેઘની ગર્જના ચાલી રહી છે તેવા સમયમાં વિલાસવાળી એ સ્ત્રી માનસરોવરમાં જેમ હંસી પેસે તેમ રાજાના મનમાં પેઠી. (એ) સુંદર નેત્રવાળી એ પેસતત નાનાં પ્રવાળાંની સામું થાય એવી કાંતિવાળું પદ (તેને) ફટિકના જેવા સ્વચ્છ (ચિત્તમાં) મૂક્યું અને તેથી ઉપાધિને લીધે જેમ (સ્ફટિક) રાતું થઈ જાય તેમ રાજાનું ચિત્ત રક્ત (રાતું અને આસક્ત) થઈ ગયું. - 2. * વસંતના વાયુએ બ્લીવરાવ્ય, ચંદ્રના કિરણરૂપી દંડેએ પાડી નાંખે એમ એ (રાજા) કામદેવના કયા રોષભર્યા ભયનું પાત્ર નથી થયો. 3. તે દિવસે રાતના ગુણને ગ્રહણ કરે, અને રાતમાં દિવસનાં વખાણ કરે એમ ક્રમે કરીને તેણે એવી પૃથ્વીને ચાહી કે જયાં રાત અને દિવસ બંને નથી. કૈલોક્યો મેહ પમાડનારી વિદ્યાવડે જેમ તેમ તે (કુમારી) વડે જયની મોટી આસ્થા રાખીને તે ધનુર્ધરમાં મુખી છે તેને પણ મારવાને માટે વિલાસરૂપી ધનુષવાળા તે કામદેવે ધનુષ ખેંચ્યું. 5. ફેલાતી પ્રભાતની કાંતિ જેમ તેમ પોતાની કાંતિવડે ચંદ્રની કાંતિને 'ઢાંકી દેનારી તે (કુમારી) તેણે ચાલુક્ય રાજાના કુળના દીવાને ફીકાશ પમાડી દીધો. એ તરૂણીએ શૃંગારના સમુદ્રની વેળાની પેઠે તેના મનમાં પ્રવેશ કરવાથી રત્નના સમૂહની પેઠે નવા અનુરાગવડે તેનું મન ધણીયાતું થયું છે. એ વૈલોક્યની ચિંતા હરણ કરવાને સમર્થ છે છતાં એ નમેલી ભ્રમરવાળી સુભગા (પત્ની) થશે ? કામદેવ કૃપા કરશે ? એવી ચિંતાએ તેને ડોલ કર્યો. જેમ જેમ રાજા નિશાસા મુકે છે અને કુશપણું દેખાડે છે તેમ તેમ ભગવાન કામદેવ ધનુષની પ્રત્યંચાને જાગૃતિ કરતા જયની આસ્થા ધરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust