Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ ક્ષણ ક્ષણ પ્રત્યે આંખને કાનની સાથે સીમાડાને રંટ ઉભે થયે છે. બે સ્તને રોંધી નાંખેલી છાતી ઉપર કામદેવ જેર કરીને વસે છે. નિ. તંબ રાય પાડતા મેખલાની દેરડીને દૂર ફેંકી દે છે. નાજુક અંગવાળીના શરીરમાં વનને પ્રવેશ વિજય પામે છે. - 84. - એ ચપળનયનવાળી હીંચકામાં પેડુ હાલે છે તેથી શરમાય છે. મને રક્ત મુખે. કબૂતરના શબ્દવડે દિશાઓમાં જોયે છે, કુટિલ એવી તે લીલાવનમાં કાંટાની અણીવડે સ્પર્શ ઈચ્છતી નથી. સારા શરીરવાળી એના શરીરમાં મુગ્ધતા મટાડવા સારૂ શૃંગારનું મિત્ર એવું વય પ્રાપ્ત થયું. 85. નૃત્યના અભ્યાસને બહાને એણે શરીર સોંપી દેવાનું શીખી લીધું છે. લીલામાં પંચમ રાગના લહેકાટથી કંઠની કુંઠિત થએલી ગતિ દળી નાંખેલી છે. ઝાઝું વર્ણન કરવાથી શું એ રમણ ચતુર સ્ત્રીના ગુરૂ એવા તમને થોડી મહેનતેજ તમામ સુંદરતાના ઘરેણું રૂપ થઈ પડશે. 86. મુખ નિર્મળ, કુચમંડળ ઉપડતું, મધ્ય ભાગ કૃશ અને નિતંબ મંડળ સ્ત્રીના મુળ ગુરૂ જે આપ (અથવા કામ?) તેનું સિંહાસન છે. એ ચાર વાનાં સુંદર નેત્રવાળી સ્ત્રીનાં સજીને બ્રહ્મા હર્ષથી ગદ્ગદ્ થયેલાં, ગદ્ય અને - પદ્ય રચના જેમાં રહી છે એવાં ચાર મુખથી વખાણ કરે છે એમ હું માનું છું. 8 એ રીતે કાનને રસભર્યું લાગે એવું (વર્ણન) સાંભળત અને કૌતુક વડે ખેંચાયેલું અને તેથી ફરીથી તેની વાત સાંભળવાને ઈચ્છતો એવો જે કર્ણાટ રાજા તેને તેજ વાતને ફરીથી પલ્લવિત કરવા સારૂ ભૂષણના શબ્દને ચલાવવામાં ચંચળ અને કાનમાંથી નીકળી જતા અકોટા રૂ૫ વાહને રહડીને કામદેવ તેની પાસે આવ્યો.. " 88. ઈતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટશ્રી બિહણના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા | ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં આઠમે સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust