Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 23. હીંચકા ઝુલતા હોય તે વખતે જે સ્ત્રીઓની સુંદરતા ખીલી રહે છે તેનું વર્ણન તે જે કામદેવ મેહેરબાનીથી કવિત્વ જાણતા હોય તે તે કરી શકે. 20. હીંચકામાં સ્ત્રીઓનું જે હિંચકવું, જે મેગરાનાં ફુલ અને જે લર્વિગન વાયુ એ (બધી) જગતને મેહ પમાડવા માટે દીક્ષા લીધેલા કામદેવના શરીરની મુખ્ય સંપત્તિ છે. 21. પગ લાંબા કરીને હીંચકામાં હીંચકતી અને જેનાં વસ્ત્રના છેડા ઉડી રહ્યા છે એવી સ્ત્રીઓનું જે જોવાનું મનોરથમાં પણ ન આવી શકે તે તરૂણ પુરૂષે જઈ શકે છે. (આ વર્ણન ગુહ્ય ભાગોને માટે હશે.) 23. દૂર સુધી ઉચે હડીને ફરી પાછી હેઠે આવતી સ્ત્રીઓ નિતંબ ભા. ગની જડતા દૂર થયે હીંચકાની મજા વડે શ્રમને જે જીતી શકી છે તેથી પુરૂષપણું પામવામાં ઉત્કર્ષ મેળવ્યો. સ્ત્રીઓના કુચ સ્થળથી દબાઈ જાય છે અને પાછો શ્વાસના વાયુથી જીવતો થાય છે એ મલય વાયુ વધુ કલેશ ભોગવે છે તેથી કામદેવના નોકરોમાં માન્ય થઈ પડ્યો છે. 24. વાગતાં લંગરવાળી સ્ત્રીઓ વડે વિલાસના હીંચકા જે પુરાઈ જાય છે તેણે જાણે ઉજડ હતી એવી કામદેવની રાજધાનીને વસંતઋતુ વસ્તી વાળી કરી મુકે છે. 25. સ્ત્રીઓની હીંચકાની ગમ્મતમાં કેરલ દેશને વાયુ મુખ ચુંબે છે, વસ્ત્ર ખેચે છે, અને ઘણીવાર સુધી નિતંબ રૂપી બિંબમાં વિસામો લે છે એમ તે નિરંકુશ થયો છે. હીંચકાની મજા મહાલતી સ્ત્રીઓના ગીતમાં વનમાં વસનારી કોયલ શું શિષ્યભાવ પામી છે કે જે અવ્યક્ત પંચમ રાગની ચતુરાઈ પામી છે. 27. નિત્ય વનદેવીના સંગથી નજરબાગમાં રહેનારાં પક્ષીઓ વિલાસવાળી સ્ત્રીઓના હીંચકા ઉપર બેસીને તેણી સાથે બેધડક હીંચે છે. 28. બે હાથવડે મજબુત હીંચકાનાં દેરડાં. જેણે પકડ્યાં છે એવી સ્ત્રીઓનાં ખુલ્લાં થઈ જતાં અને બંધ છુટી જતાં એવાં રેશમી વસ્ત્રની અંદર રહેલા પેડુના ભાગ ઉપર કાંઈક કામદેવ ખીલી નીકળે છે. ર૮. 26. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust