Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 77 સર્ગ 8 મે. કામદેવના મિત્રરૂપ એવા (વસંતના) સમયમાં ઉત્પન્ન થએલા નવા આશ્ચર્યવાળી વાત વિક્રમરાજાના કાનની મિત્રાઈને પામી. (કાને પડી) 1. કે કામદેવના વિજયસ્થંભની પ્રશસ્તિ સરખી અને ત્રણ જગતની આંખને કામણ કરનારી કરહાટ રાજાની દીકરી છે. 2. તે વિદ્યાધરની કુમારી છે અને શિવજીની આજ્ઞાથી કેને માટે પણ સ્વયંવરને મહોત્સવ કરે છે. ચંદ્રની રેખા જેવી કાંતિવાળી એ (કુમારી)નું ચંદ્રલેખા નામ છે. (એ) કામદેવના મૃત્યુંજય મહામંત્રની મિત્રાઈને પામે છે (એટલે એ મંત્ર જેવી છે). 4. એ સક્ષમ અંગવાળી અંદરમાં રહેલા કામદેવના શૃંગારની કુળદેવતા છે (અને) વિલાસને લાયક વય ધારણ કરે છે. તે સુંદર ભ્રમરોવાળીના પગના નખની પંક્તિ લાવણ્યના સમુદ્રમાંથી નીકળેલી રત્નની પંક્તિ હોય એવી શોભે છે. (એના) સ્તનનો ભાર મને મુખરૂપી ચંદ્રની કિરણને આડે આવે છે એમ જાણીને જાણે આંગણાની કમબવેલ તેના પગમાં ભરાણી હોય. 7. એ મૃગાક્ષીનું પાદય અમે અમૂલ્ય છઈએ તેની આગળ સોનાનાં બે નેપુર (તથા બે કેડ તુલા સોનું), પણ કણ માત્ર એવા રોષથી જાણે તરફથી રાતું થયું હોય. તેના પગના નખરૂપી રત્નને જે અળતો ભૂંસવો તે સુખડનું ટીલું ભુંસીને ચંદ્રમાને ધોળો કરવા બરાબર છે. (એ કુંવરીનાં) ચરણયનાં મત્તહાથિની ગતિ ચોરી લે છે એમાં શું વખાણ કરવાં (પણ) ઉઘડતા કમળમાંથી લક્ષ્મી (શભા)ને હરિ લે છે એજ આશ્ચર્ય છે. 10. તેના પાદયુગલની અતિ નવાઈ જેવી રતાશને માટે આગલ્યા ભાગનાં પલ્લવો (કુમળાં પાંદડાં) અને આખા પગને માટે સામાં ઉદાહરણ કમળો છે. 1 પદ્ધવેલને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust