Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ મેખળાનાં મણિની કાંતિથી બનેલી અંધારાની રેખા હોય શું એમ એની કાળી રે માવળી નાભિના ખાડામાં પડી છે. 24. સ્તનના ભારની ઊંચાઈમાં તેની માવળી નિતંબ રૂપી નીલમની પૃથ્વીમાંથી નીકળેલી રત્નની સળી હોય એવી શોભે છે. 25. - નાભિના સંગે કરીને એ ગોરાદેની રેમમંજરી કામદેવના સેનાના કડામાંથી નીકળેલી લાખની ધાર હોય એવી શોભે છે. 26. નાભિના કુંડાળા સાથે જોડાએલી એ સ્ત્રીની રોમાળી જાણે કામદેવરૂપી હાથીની બહેડી સાથે સાંકળ કેમ હોય એવી શોભે છે. * 27, એ વિલાસિનીની માવળી જે નાભિ મંડળમાં પેઠી છે તેઓની કેટલી ઉંડાઈ છે તેનું તાત્પર્ય જાણે કેમ જાણતી હોય ? 28. - કામદેવ જ્યારે ધનુષ ઉપર ભાર દઈ ઊંચાં સ્તન ઉપર હડયો ત્યારે તે ધનુષની અણી બેશી જવાથી તેનું એધાણ તે સ્ત્રીની નાભિ થઈ. 29. હું માનું છું કે (એ) સ્ત્રીને ઘડવામાં જ્યારે લાવણ્યસાર પૂરો થઈ રહ્યા (ખૂટ) ત્યારે બ્રહ્મા જાણે નાભિને ખાડે પૂર્યા વિના (ભરવો અધુરો રાખીને) જતા રહ્યા. 30. રામાવલિ જાણે વનની શ્રી કામના ચક્રવર્તિપણાને હુકમ લખતી હતી ત્યાં તેની નાભિના ખાડામાંથી શાહી ઢળાણી તેનો રેલો ચાલ્યો હોય ? 31. જાણે કામદેવ રાતમાં ઉંડા નાભિના ખાડામાં પડી જવાની બહીકથી તેની રામાવલી ઉપર હળવે હળવે પગ મુકતો હોય ? 32. મૃગના બચ્ચાના જેવી આંખવાળી એ કુંવરી)ને મહેટા મોતીનો હાર નાભિમાં (ભરેલા) લાવણ્યના પાણીના રેટના નાડા જેવો શોભે છે. 33. સ્તનના ભાર માટે ભાંગી પડવાની શંકાવાળા કટિ ભાગે ત્રણ વાટાને બહાને જાણે કટાક્ષની પંક્તિ કરી હોય, તેના ત્રણ વાટાના માર્ગની પગથી હડવાને શ્રમ, કામદેવ અંગ વગરનો છે તેથી એક રતિનાજ કન્યામાં આવ્યો. 35. દુઃખે અડી શકાય એવા તેના સ્તન તટને પડતા મુકીને કામદેવના રથને ચાલવા સારૂ તેની ત્રિવલી રૂપી માર્ગની પંક્તિ કરી હોય શું? (જેમ ડુંગર ઉપર હડવાને આડી સડક (આબુની ઉપર જેમ બાંધે છે તેમ) 36. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust