Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ તેનાં સ્તન ખરેખર કાંઈક કામદેવનું વ્રત કરતાં જણાય છે કેમકે જે નિત્ય માથાના મણિરૂપી સૂર્યની સામું જોઈ રહે છે. 48. તે અધિરાણી ન ઉપાડી શકાય એવું પણ સ્તન મંડળ ધરી રહી છે. કામદેવ ગર્વના પર્વત ઉપર હડી બેઠે છે એ આશ્ચર્ય છે. 49. તેના ઉંચા સ્તનની છાયા ત્રિવલીના ભાગ ઉપર પડે છે તે જાણે મુખચંદ્ર ન દેખી શકે એમ અંધારાની રેખા છુપીને રહી હેય? 50.. એના કંઠ રૂપી સુવર્ણ ઉપર જે ત્રણ રેખા છે તે જાણે આ (કંઠ), મધુર વનિવાળું હોઈને ત્રણ ગ્રામને ભંડાર છે એમ જણુંવવા જાણે ત્રણ સત્ર બાંધ્યાં હાય. 51. એ (એ કુમારીનો કંઠ) હેટા મજાવાળા લાવયના સમુદ્રમાંથી કામદેવને જગત જીતવામાં મંગળને શંખ છે. . પર. કાનને માટે અમૃતના ઘુંટડા રૂપ જે અચ્છુટ અને મધુર એવાં (તેના) ગાયન વડે સારંગીના પંચમ સ્વરને કંઠ કુંઠિત ચતુરાઈવાળો થઈ ગયો. 53. એ વિસ્તીર્ણ નેત્રવાળીના હાથ કામદેવના ધનુષમાં અશોકના પલ્લવ રૂપી અસ્ત્રના પ્રતિનિધિપણાને પામ્યા. 54. હે અધિરાક્ષિ! તારે હુંને મુખચંદ્રમાંની સામું ધરવું નહિ એમ જાણે કરીને ક્રીડાના પદને તેના હાથમાં કાંતિ સંપી. . . 55. એના હાથમાં આયુષ્યની રેખા અને કામદેવના ડહાપણના ગર્વને નિર્વાહ કરવાની આશાએ બંને બ્રહ્માએ ઘણાં લાંબાં કર્યો છે. 56. એ ગોરાદેનું સેનાનું કાંકણ એના હાથની શોભામાં મળી ગયું તે સખીઓએ ગળેબંધ લેતાં કઠીન લાગ્યું તેથી (છે એમ) અનુમાન કર્યું. 57. એ બિબોછીની કળાઈમાં જે સોનાનું કાંકણું છે તે બલેયા જેવું નહીં પણ સેનાના કમળ જેવું શોભે છે. 58. સોનાનાં કાંકણની હાર વડે તેના બાહુરૂપી કેળ એવી શોભે છે કે જાણે કામદેવે ભાથા ઉપર ચંપાની પણછ કેમ વીંટી હોય. 59. એ હરિણાક્ષીની આંગળી વડે વીંટીની પંકિત તે જાણે કામદેવના બાણે ઉપરા ઉપર નાની નીશાનની હારડી પરોવી હોય એવી શોભે છે. 60. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust