Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ 73 શિંગારવાળી સ્ત્રીઓએ ધાએલા દાંતની પંક્તિની ઉશ્રૃંખલપણે ઉછળતી કાંતિએ જાણે ચંદ્રમા ધોવાણો હોય તેથી જ જાણે તેનાં કિરણે નિંદા ન થાય એવી રીતનું સ્વસ્થપણું હળવે હળવે પામ્યાં હોય શું ? 55. હે વસંત ! તું જે કામદેવને મિત્ર છે તે તે અંગ વગરનો છે અને તું કેમ અવિચ્છિન્ન અંગવાળો છે ? પણ હારા અંતરમાં રહેલું જાણ્યું (કે તું) ન્હાને કહાડીને વિગિનીના નારા સારૂ આવ્યો છે. 56. - હે વસંત ? પ્રિયથી જે ખંડિત થયેલી છે તેનાં અખંડ પાપ વડે તથા વિયોગી વર્ગને ક્ષય કરવામાં જે તે દીક્ષા લીધેલી છે તેથી નકકી તું મહા પાતકી છે એમ તર્ક કરીને શિવજીના નેત્રને અગ્નિ તારો સ્પર્શ કરતો નથી. 57. શિવજીની સાથેની લડાઈમાં કામદેવને છોડીને ક્ષત્રીઓને ન છાજે એમ તું અવળું હો કરીને ભાગી ગયો. હે ચંડાળ વસંત! હવે તું એ છિન્નાંગ થએલાની આગળ આંહી શું ઉભો છે? 58. મહાપાતકિ કેયલને હાર સંગ આંહી (ને આંહી ) જ ફળવાન થયે, કે જે અર્ધ બળેલ ઉંબાડીયાના જેવા કાળા દેહવાળી થઈને લેકની બહારx ફરે છે. 59. હે વસંત ! તું દીઠેલા દેષવાળો છતાં પણ જે પાછો (તેને) કામદેવે સંઘર્યો તેનું કારણ સાંભળ. સ્ત્રી વધનું પાપ સ્વીકારીને કેઈએ એ ભાર ( ઉપાડવો) કબુલ કર્યો નહીં. એ રીતના વિયોગના જવરથી જર્જર થએલી, અને વસંત માસની સમૃદ્ધિથી ઉદ્વેગ પામેલી સ્ત્રીઓનાં વસંત ઋતુ ઉપર વિચિત્ર પ્રકારની ઉક્તિનાં ચરિત્ર વારંવાર થાય છે. . જેણે માન છોડી દીધું છે એવી સ્ત્રીઓએ ડહાપણથી વિમુખપણાને ગંભીરતા અને અન્ય સ્ત્રીના દાંતના ડાઘને સાભાગ્ય એમ જુવાનોના દેષને ગુણજ માન્યો. * તે નામની એક નાયકા જે પોતાને નાયક બીજી યુવતી સાથે લાગુ પડેલ 'જોઈ ઇર્ષ્યા કરે છે. (શ. ચિ.). * કોયલ જે ગ્રામ્ય પક્ષી નથી તે. 62. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust