Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ પીડા કરે છે તે જાણે થનારા શત્રુ હાથીઓની સાથેના યુદ્ધમાં તેનું શૌર્ય ઉપયોગી થશે એમ માની તે હરી લેતા હોય એમ લાગે છે. 15. તે ઉદય પામેલે અને વૃદ્ધિ પામતે બાળચંદ્રમા પગના નખવડે જાણે ચંદ્રમાનાં બાળક છોકરાંઓ પિતા સાથે રમવાને તેના (પગમાં પડી) યાચતાં હોય એવો તે શોભે છે. - એ રાજપુત્ર ક્રમે કરીને બધી લિપિમાં પ્રતિષ્ઠા પામ્યો (તે શીખ્યો) એવા પુણ્યાત્માને આ લોકમાં ગુરૂઓ નિમિત્ત માત્ર હોય છે. 17. અભ્યાસ માટે બધી દિશામાં બાણ ફેંકતા રાજપુત્રના પ્રહારથી હીની હાય શું એમ (બધેમાં) ભ્રમણ કરતી અર્જુનની કીર્તિ વીખાઈ ગઈ. 18. રૂપમાં લેભાઈ ગયેલી રાજકન્યારૂપી ભ્રમરીઓ જેને નથી મેળવી શકી એવા જેના મુખકમળનું, કવિત્વ અને વક્તત્વના ફળવાળી (ફળદેનારી) સરસ્વતી ચુંબન કરે છે. 19, લાવણ્યની કળાના સમૂહવડે ભરાતા આવતા એ બાળચંદ્રને જોઈને કમળવેલ્યની પેઠે સ્ત્રીઓની પણ નીંદર ઉડી ગઈ. 20. - તે પૈર્યવડે (તેઓનો) અનાદર કરીને ચાલ્યા જાય છે ત્યારે તેના ઉપર કામદેવના ઉત્સાહવાળી, અને બાંધેલી તથા મેહભરેલી, ભૃગુટીની છટાવાળી, પુરની સ્ત્રીઓનાં નેત્રકમળ કેપ સહિત પડે છે (પિતા તરફ નથી જે તેથી કાપવાળી આંખે તે તરફ જોયે છે.) 21. - લાવણ્યની શોભાના સમૂહનું ધામ એવો એ કુમાર ધીરે ધીરે વધવા માં ત્યારે કયી સ્ત્રીઓનાં નેત્ર નિદ્રામાં દરિદ્ર નથી થાતાં? (ફાટી આંખે નથી જોયા કરતાં?) - બાળક છતાં પણ આ રાજપુત્ર પિતે ઉન્નત છે તેથી તેજસ્વીઓની ઉન્નતિ ખમી શકતું નથી (તેથી) સૂર્ય દેવ પણું શરણું લેવાની ઈચ્છાથી વિષ્ણુપદ (આકાશ અને વિષ્ણુનાં ચરણ) ને આશરીને રહેલે (અર્થાત તપ કરત) શોભે છે. ) * 23, - તેજ એજ જેને ધન છે એવા પુરૂષોની ઉપર રહેલા એ (કુમાર)ના * નિદ્રામાં દરિદ્ર એટલે નિદ્રા વગરનાં. Jun Gun Aaradhak Trust