Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ પ૭ 17. 19. અન્ય શ્યામ કમળના જેવા સુંદર નેત્રવાળી સ્ત્રીનું મણિમય કુંડળ કાનમાંથી નીકળી જઈને ખભા ઊપર આવીને ગળામાંથી નીકળી ગએલા કામદેવના ચક્રની શેભા ધારણ કરે છે. હાથ આવેલા ચાલુક્ય રાજપુત્રને પ્રથમ જોવાના આશ્ચર્યથી ઉતાવળી થતી પુરસ્ત્રીઓને એ રીતે કામદેવનો લોભ પમાડનાર વિલાસ થયો. 18. એ નરપતિપુત્રને વળી કેપથી ફરકતા હોઠવાળી કોક સ્ત્રી કામદેવની લીલા પ્રગટ કરાય એ રીતે કાંઈક હાસ્ય લપિત ક્રોધ વડે આંખના ખુબ ણથી જોયો. સુવર્ણની ઘરની વંડીમાં આવીને ઉભેલ રાજપુત્ર મેરૂ પર્વતની તળાટીની બખોલના મધ્યમાં રહેલા સૂર્યને હલકા કરી નાંખે છે. 20 એમ કેટલાક દિવસ ઝાઝા વિલાસ સાથે શહેરની આસપાસની પૃથ્વીમાં વ્યતીત કરીને પગ તળે જેણે દુષ્ટોને દાબી દીધા છે એવો તે તેણે ગાંગકુંડપુર જોયું. 21. દ્રવિડ રાજાના પ્રતાપની હકથી સમુદ્ર જાણે કાંઈક આઘો ખસ્યો હોય અને તેમાંથી જેનું વિવાહનું મંગળ થયું નથી એવાં લક્ષ્મીનું આદિ ધામ જાણે બહાર નીકળ્યું હોય ? 22. જે ( પુર) આકાશમાં પહોંચેલા સેનાના કીલ્લાના મંડળ વડે શોભે છે તે જાણે દેવતાઓની સમૃદ્ધિના ભારથી હેમાચળમાં પેશી ગએલું સુરપુર હોય નહિ ? - શત્રુઓના સિન્યના સાથને વીખેરી નાંખીને એ રાજપુત્રે ત્યાં ચેલ રાજાના પુત્રને ગાદીએ બેસારીને દ્રવિડ સ્ત્રીઓનાં નયનરૂપી પસલા વડે જેની કાંતિ લૂટાય છે એવો એ એક મહિનો માત્ર રા. 24. કરડા માર્ગમાં જંગલના ધનુર્ધરને રમત માત્રમાં વિખેરી નાખીને જેણે તરંગ વડે વંદનની માળાઓ ઉત્પન્ન કરી છે એવી તુંગભદ્રા તરફ તે પાછો આવ્યો. 25. - તે પછી દેવયોગથી કેટલાક દિવસો ગયા. ત્યારે ચાલ રાજપુત્ર કે જે સ્વભાવથી જ વિધિ હતો તેની લક્ષ્મી આજીગ નામને વેંગીને રાજા લૂટી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust